GUJARATJETPURRAJKOT

Rajkot: કોટડાસાંગાણીમાં ખાનગી કંપનીના કર્મચારીઓને ચૂંટણી વિષયક જાણકારી અપાઈ

તા.૨૬/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: હાલ લોકસભાની સામાન્ય ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે, ત્યારે રાજકોટ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વયે ૭૧ – રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં પ્રાંત અધિકારીશ્રી વિમલભાઈ ચક્રવર્તીના માગદર્શન મુજબ કોટડાસાંગાણીમાં તીર્થ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કર્મચારીઓ અને કામદારોને લોકશાહીને વધુ મજબૂત કરવા માટે મહત્તમ સંખ્યામાં મતદાન કરીને આગામી ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. પોસ્ટલ બેલેટ, મતદાન દિવસ, મતદાન પ્રક્રિયા સહિતની ચૂંટણી વિષયક જાણકારી આપવામાં આવી હતી. તેમજ ભારત ચૂંટણી પંચ નિર્મિત ‘મેરા વોટ, મેરી ડ્યુટી’ શોર્ટ ફિલ્મ નિહાળવામાં આવી હતી. કાર્યક્રમ સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઇલેક્ટ્રોલ પાર્ટીશીપેશન) ઝુંબેશ અંતર્ગત યોજવામાં આવ્યો હતો. આ તકે સંબંધિત અધિકારીઓ અને કંપનીના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button