GUJARATJETPURRAJKOT

રાજકોટ જિલ્લામાં એક માસમાં ૧૪ હજારથી વધુ ગ્રામીણ માતાઓએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો લાભ લીધો

તા.૨૩/૮/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ગુજરાત સરકાર દ્વારા માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધારો લાવવા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવાઈ છે. રાજકોટ જિલ્લા પંચાયતની સંકલિત બાળ વિકાસ યોજના કચેરીના પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં જુલાઈ માસમાં કુલ ૧૪,૧૩૪ મહિલાઓએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પોષણ કીટનો લાભ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે જન્મ લેનાર બાળક અને માતાના પોષણમાં ટકાઉ અને લાંબાગાળાના વિકાસ માટે ગર્ભમાં રહેલા બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૦૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ એમ ૧૦૦૦ દિવસ સારસંભાળ રાખવી ખૂબ જરૂરી હોય છે. આથી, આંગણવાડી કક્ષાએ નોંધણી કરાવનારી પ્રથમ વખતની સગર્ભા માતા તથા પ્રથમ વખતની ધાત્રી (૨ વર્ષ સુધીના બાળકની માતા)ને પ્રતિ માસ ૦ર કિલોગ્રામ ચણા, ૦૧ કિલોગ્રામ તુવેરદાળ અને ૦૧ કિલોગ્રામ સિંગતેલનું વિતરણ કરવામાં આવે છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button