GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ વિધાનસભા મતવિસ્તારમાં પાંચ વાગ્યા સુધીમાં સરેરાશ ૬૪.૩૦ ટકા શાંતિપુર્ણ માહોલમાં મતદાન નોંધાયું

તારીખ ૦૭/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ

પંચમહાલ લોકસભા ની ચુટણીને લઈ આજે દેશમા ત્રીજા તબ્બકાનુ મતદાન યોજાઈ રહ્યુ છે. જેને લઈ ગુજરાતમા આજે 25 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મતદાનને લઈ સવારથી આજે મતદાન મથકોની બાહર મતદારોની લાઈનો જોવા મળી રહી છે. એકબાજુ ગરમીનો પારો બપોરે વધતો હોય છે તે સમયે લોકો વહેલા મતદાન કરવાનુ પંસંદ કરી રહ્યા હતા ત્યારે કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો પર આજે વહેલી સવારથી લાઈનો જોવા મળી રહી હતી જેમાં યુવાનોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવે કાલોલ તાલુકાના કરોલી ગામની પ્રાથમિક શાળામાં સહ પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકોને મતદાન કરવા અપીલ કરતાં કાલોલ પંથકના આવેલા મતદાન કેન્દ્રો પર મતદાન કરવા માટે લાઈનો જોવા મળી હતી જેને પગલે મતદાનને લઈને લોકોમા પણ સવારથી ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ધીમે ધીમે સમય જતાં તેમ મતદાનની ટકાવારી વધી રહી હતી.બપોરના સમય કેટલાક મતદાન મથકો પણ ઓછા મતદારો મતદાન કરવા આવ્યા હોય તેવા દશ્યો પણ જોવા મળ્યા હતા.કાલોલ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંવેદનશીલ મતદાન મથકો પર કાલોલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ સીબી બરડા અને પીએસઆઇ એલએ પરમાર સાથે કાલોલ પ્રાથમિક કુમાર શાળા ખાતે નગરપાલિકાના ચીફ ઓફિસર મીલાપભાઇ પટેલ દ્વારા સંવેદનશીલ મતદાન મથક ઉપર ચાપતી નજર રાખવામા આવી રહી હતી જેને લઇ પંચમહાલ લોકસભાની બેઠકમાં સમાવિષ્ટ ૧૨૭ કાલોલ વિધાનસભા મતવિસ્તારના મતદારોએ શીર્ષસ્થ સ્થાન જાળવી રાખતા પાંચમા અંતરાલ મધ્યે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ૧૮ પંચમહાલ લોકસભા ની ૧૨૭ કાલોલ વિધાનસભાની બેઠક પર સરેરાશ ૬૪.૩૦% મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયો હતો.

oppo_2
oppo_2

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button