હાલોલમાં રંગોત્સવના પાવન પર્વ ધુળેટીની નગરજનોએ આનંદ ઉત્સાહના વાતાવરણમાં ઉજવણી કરાઇ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૬.૩.૨૦૨૪
હાલોલ નગરજનોએ ધુળેટી ના રંગોત્સવ ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.નગરમાં ઠેર ઠેર લોકો એક બીજા ને રંગ લગાવી ધુળેટી ની શુભેચ્છાઓ આપી હતી.બાળકો વૃદ્ધો મહિલાઓ રંગબેરંગી કલર માં રંગાયા હતા.અને એકબીજા પર કલર અને પાણી છાંટીને ધુળેટી ની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.ધુળેટી એટલે રંગો નો ત્યોહાર, હોળી અને ધુળેટી ની ઉજવણી પાછળ અનેક વૈજ્ઞાનિક કારણો દર્શાવવામાં આવ્યા છે. તો આ તહેવાર ની ઉજવણી માં કેટલીક સીઝનલ વસ્તુઓ નો આહારમાં ઉપયોગ કરવાના અનેક ફાયદાઓ પણ આયુર્વેદ માં વર્ણવામાં આવ્યા છે. શિયાળા ના અંત અને ઉનાળાની ગરમી ની શરૂઆત માં આવતી શારીરિક તકલીફો સામે રક્ષણ આપવા આ સમયગાળા દરમ્યાન ઘણી,ચના અને ખજૂર નો ઉપયોગ કરવામાં આવે છે.અને ધુળેટી માં ખાખર ના વૃક્ષ ના ફૂલ કેસુડો ને પાણી માં પલાળી તેના પાણીમાં સ્નાન કરવાથી પણ અનેક લાભો થતા હોય છે. આજે આધુનિક યુગ માં કેસુડા ના કલર નું સ્થાન વિવિધ રંગો એ લઈ લીધું છે.ત્યારે કેટલાક કુદરતી રંગો સાથે કેમિકલ યુક્ત રંગો નો ઉપયોગ પણ આજના ધુળેટી ના પર્વ માં કરવામાં આવતો હોય છે.હાલોલ નગર ના ગાંધીચોક,સોની ફળિયું,ઘેટી ફળિયું, જેવા જુના વિસ્તારો માં રહીશો પરંપરાગત રીતે એક બીજા ઉપર પાણી નાખી ને ધુળેટી ઉજવાતા જોવા મળ્યા હતા.તો યુવાનો એક બીજાને પાકા રંગો લગાવી રંગોત્સવ ઉજવી રહ્યા હતા.ધુળેટી ના તહેવાર માં આજે પણ નાની સોસાયટીઓ માં મહિલાઓ એકત્ર થઈ ઘરે ઘરે જઈ એક બીજાને રંગ લગાવી સામાજિક સમરસતા નું ઉદાહરણ પૂરું પાડી રહી હોય છે ત્યારે વહેલી સવારે જ આ તહેવાર ની ઉજવણી કરવામાં આવતી હોય છે.સાંજે યુવાનો અને પુરૂષો એકઠા થઇ એક બીજાને રંગો લગાવી ધુળેટી મનાવતા હોય છે.ખાવા પીવા અને જલસા કરી સામાજિક તકહેવારો ઉજવવવાની દોટ માં શ્રીમંત પરિવારો ધુળેટી ની ઉજવણી આજુબાજુ આવેલા રિસોર્ટસ માંજ કરતા થઈ ગયા છે, ત્યારે આજે પણ મધ્યમવર્ગ ના પરિવારો એકબીજા ની હૂંફ બની સૌ ભેગા મળી નાના ઝઘડાઓ ભૂલી જઈ આવા તહેવારો ઉજવતા હોય છે.










