શહેરાના ગોકળપુરા ગામે માજી સરપંચના ખેતરમાં ઢોરો ઘુસી જતા પાક ને નુકશાન થતા ઢોરો બહાર લઈ જવાનું કહેતા 3 સખ્શો નો માજી સરપંચ પર જીવલેણ હુમલો કરતા કમકમાટી ભર્યું મોત નિપજાવ્યું.
શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા તાલુકાના ગોકળપુરાના પટેલ ફળિયામાં રહેતા પૂર્વ સરપંચ દિનેશભાઈ ડાહ્યાભાઈ બારીઆ અને તેઓની પત્ની ગુરુવારના રોજ ખેતરમાં થયેલી ડાંગરને મશીનથી કપાવી અને ઘાસની ગાંસડીઓ ભરી ઘરવાળા ખેતરમાં ખાલી કરવા ગયા હતા આ દરમિયાનમાં ફરિયાદીની માતા શાંતાબેન બાબુભાઈ તેઓની પાસે રહેતા હોય અને તેઓ ડાંગરવાળા ખેતરમાં હતા ત્યારે બપોરના 2 વાગ્યાના અરસામાં ઉજડા ગામના ભરવાડો ખેતરની આજુબાજુમાં તેઓની ગાયો ચરાવતા હતા અને તે સમયે મૃતક પૂર્વ સરપંચ દિનેશભાઈના ફોન પર કોઈક જણાવે છે કે ભરવાડોએ તેમની ગાયો તમારા ડાંગર વાળા ખેતરમાં ખુલ્લી મૂકી દીધી છે અને તમારી સાસુ સાથે લડાઈ કરી રહ્યા છે આથી મૃતક દિનેશભાઈ અને તેઓની પત્ની તાત્કાલિક ત્યાં પહોંચતા મૃતક પૂર્વ સરપંચે કેમ ડોસી સાથે લડાઈ કરો છો હજી આ બોલતા સુધીમાં ત્યાં ઉપસ્થિત ચંદુભાઈ વિક્રમભાઈ ભરવાડ રહે ઉજડા ભરવાડ ફળિયું તેઓને કેમ ઝઘડો કરો છો એમ કહેવા જતા ચંદુ ભરવાડે તેના હાથમાં રહેલી લાકડી મૃતક દિનેશભાઈના માથાના પાછળ ના ભાગે ઉપરાછાપરી ત્રણ ફટકા મારતા તેઓ જમીન પર ફસડાઈ પડ્યા હતા એ સમયે ચંદુ ભરવાડની સાથે આવેલા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોર અને ગોવિંદ પોપટભાઈ ભરવાડ પણ તેઓના હાથમાં રહેલી લાકડીઓ સાથે મૃતક દિનેશભાઈ પર તૂટી પડ્યા હતા અને આ લોકોને પતાવી દો ખેતરો ખુલ્લા થવાના છે અને પછી કોઈ આપડું નામ પણ નહીં લે ત્યારે ગામના પ્રવીણ અંદર બારીઆ ભરતભાઈ લલ્લુભાઈ બારીઆ ત્યાં આવી જતા આ લોકોએ તેઓ પર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ ત્યાંથી નાસી છૂટ્યા હતા બીજી તરફ મૃતક દીનેશભાઈને નાકમાંથી અને મોઢાના ભાગેથી લોહી નીકળતા ખાનગી વાહન મારફતે ગોધરા સરકારી દવાખાને લઈ ગયા હતા જ્યાં હાલત ગંભીર જણાતા તાત્કાલિક સારવાર આપી તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં રસ્તામાં તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા આથી પરત ગોધરા સરકારી દવાખાને લાવ્યા હતા.બનાવના પગલે મોટી સંખ્યામાં લોકો શહેરા પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. મૃતકની પત્નીએ શહેરા પોલીસ મથકે ત્રણે વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ગણતરીના કલાકોમાં આરોપી ચંદુ ભરવાડને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.










**mitolyn reviews**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.