GUJARAT

ડાંગ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનાં પ્રમુખ પદ માટે સ્ત્રી(એસ.ટી)ની સીટ જાહેર થતા રાજકીય માહોલ ગરમાયો…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ

રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લા પંચાયત સહીત ત્રણેય તાલુકા પંચાયત પર ભાજપાનો ભગવો લહેરાયો છે.ડાંગ જિલ્લામાંથી કૉંગ્રેસનો પંજો છોડી ભાજપાનો ભગવો ધારણ કરનાર મંગળભાઈ ગાવીત હાલમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે બિરાજમાન છે.તેવામાં હાલમાં ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતનાં મહત્વનાં હોદા પર બિરાજમાન પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ થઈ રહી છે.સાથે જ સપ્ટેમ્બર 2023 પછી ડાંગ જિલ્લાનાં જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતમાં પ્રમુખ સહીત વિવિધ સમિતીનાં નવા અધ્યક્ષ બનશે.ત્યારે ડાંગ જિલ્લા પંચાયતનાં અઢી વર્ષ પૂર્ણ થવાનાં ગણતરીનાં દિવસો જ બાકી છે. જેથી ગુજરાત રાજયનાં વિકાસ કમિશ્નર દ્વારા ગતરોજ નોટિફિકેશન બહાર પાડતા જેમાં ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ પદ માટે એસ.ટી (સ્ત્રી) સીટ જાહેર કરતા સૌ કોઈની મીટ મંડાઈ છે.સાથે જ ડાંગ જિલ્લામાં કોણ મહિલા પ્રમુખ બનશેનાં પ્રશ્ન સાથે રાજકીય માહોલ ગરમાયો છે.ડાંગ જિલ્લા પંચાયતમાં 18 સભ્યોમાંથી 17 સભ્યો ભાજપામાંથી ચૂંટાયા છે.અને ભાજપા પાસે પૂર્ણ બહુમતી જોવા મળે છે.ડાંગ જિલ્લામાં ભાજપાનું શાસન હોવા છતાંય આંતરીક વિખવાદનાં કારણે અહી A અને B ટીમ જોવા મળે છે.ત્યારે ગુજરાતનું ભાજપા હાઇકમાન્ડ કયા સક્ષમ મહિલા  ઉપર પ્રમુખનાં તાજપોષીની મહોર મારશે તે સમય જ બતાવશે…

[wptube id="1252022"]

20,734 Comments