GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ખડકી દૂધ ઉત્પાદન સહકારી મંડળીની ચૂંટણી યોજાઈ

તારીખ ૨૭/૧૧/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ખડકી સહકારી દૂધ મંડળીના ચેરમેન પદ માટે બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ ૬૦૦ ઉપરાંત ગ્રાહકો ધરાવતી ખડકી સહકારી દૂધ મંડળીમાં ૧૨ જેટલા સભાસદોની નિમણૂક કરવામાં આવી હતી ૧૨ સભાસદો પૈકી ત્રણ સભાસદોએ ચેરમેન પદ માટે ઉમેદવારી નોંધાવી હતી જે પૈકી પ્રથમ ઉમેદવાર ગોહિલ દિનેશભાઈ નરવતભાઈ ને ચાર મત મળ્યા હતા તેમજ બીજા ઉમેદવાર ગોહિલ કિર્વતભાઈ શનાભાઇ ને આઠ મત મળ્યા હતા અને ત્રીજા ઉમેદવાર કમલેશભાઈ પુજાભાઈ ને 0 મત મળ્યા હતા જે પૈકી સૌથી વધુ આઠ મત મેળવનાર ગોહિલ કિર્વતભાઈ શનાભાઇ વિજેતા જાહેર કરાયાં હતાં જ્યારે વાઇસ ચેરમેનની ચૂંટણી હાલ મોફૂક રાખવાંમાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button