Gujarat : નેતાઓ અને અધિકારીઓએ સ્વચ્છતા ના નામે કર્યા ડિંડક, દેખાવો પાછળ જનતાના પૈસા કરાયા સાફ !!!

પહેલી ઓક્ટોબર ના રોજ “એક દિવસ એક કલાક” સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત ભરમાં પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી આ ઉજવણીના ભાગરૂપે જે શહેરોની અંદર જે વિસ્તારમાં ગંદકી હોય ઉકરડાઓ હોય તેઓને સાફ કરવાની સરકારશ્રીની જાહેરાત હતી, જેના અનુસંધાને ગુજરાતના દરેક જિલ્લાઓમાં એક દિવસ એક કલાક સ્વચ્છતા અભિયાન અંતર્ગત ફોટા પાડવામાં આવ્યા અમુક જગ્યા ને બાદ કરતા મોટાભાગની જગ્યા ઉપર ફક્ત અને ફક્ત પબ્લિસિટી સ્ટંટની જેમ ફોટા પડાવવામાં આવ્યા જ્યાં ગંદકીનો નહોતી તે જગ્યા ઉપર એક સાથે મળી મંત્રી, અધિકારીઓ તેમજ નેતાઓએ ફોટા પાડ્યા આ જોતા એવું લાગી રહ્યું છે કે નેતાઓને અને અધિકારીઓને શહેરોને સ્વચ્છ કરવામાં જરાય રસ નથી પરંતુ પ્રજાના ટેક્સના રૂપિયાનો સફાયો કરવામાં વધુ રસ છે, વાત કરીએ તો મોરબી શહેરની કે જે શહેરની અંદર થોડા માસ પહેલા ઝુલતાપુલ જેવી ગોઝારી દુર્ઘટના બનેલી જેમાં 135 થી વધુ લોકોએ જીવ ગુમાવેલા જેના મોક્ષાર્થે મોરબીની બાજુમાં આવેલ વાવડી ગામ ખાતે રામકથા નું આયોજન કરવામાં આવેલ છે જ્યાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ પધારેલ તે પહેલા ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય દ્વારા એક દિવસ એક કલાક સ્વચ્છતા અભિયાન અંતર્ગત એકદમ સ્વચ્છ એવા કબીર આશ્રમની સફાઈ કરેલ માફ કરજો ફોટા પડાવેલ કેમકે આપ જાણો છો કે સ્વચ્છ હોય તેને કઈ રીતના સ્વચ્છ કરી શકાય ? આ કાર્યક્રમની બીજી તરફ નજર મારીએ તો મોરબી શહેરના મુખ્ય માર્ગો જેવા કે વાવડી રોડ, અયોધ્યાપુરી મેન રોડ, સનાળા રોડ, સાવસર પ્લોટ મેન રોડ તેમજ જેલ રોડ જેવા ઘણા રોડો પર ખરેખર ગંદકીના મોટા મોટા ગંજો ખડકાયેલા હતા. જો ખરેખર અધિકારીઓને અને નેતાઓએ સ્વચ્છતા અભિયાનને સાર્થક જ કરવું હતું તો આ જગ્યા ઉપર મુલાકાત લેવાની ખૂબ જરૂર હતી પરંતુ લાગી રહ્યું છે કે નેતાઓને અધિકારીઓએ ફક્ત અને ફક્ત પ્રજાના રૂપિયાને સાફ કરવા માટેની નેમ લીધી હોય તેમ દરેક સરકારી કાર્યક્રમોને મોટા પાયે પ્રસિદ્ધિ અપાવે છે અને કાર્યક્રમ સફળ થઈ ગયો હોય તેવી જાહેરાતો કરે છે.
મોરબી શહેરની અંદર એ ગ્રેડની નગરપાલિકા આવેલી છે. ગત ચૂંટણીમાં 52 સભ્યો સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાઈને આવેલ જનતાએ તેઓને મોરબી શહેરને ખરા અર્થમાં સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવા માટેની સંપૂર્ણ જવાબદારી આપેલ પરંતુ મોટાભાગના સભ્યો નગરપાલિકાએ દેખાયા નહી બાકી રહેલા સભ્યો મોરબી નગરપાલિકાના કોન્ટ્રાક્ટરો બની ગયા અને જેમ ઉઘાડી લુટ ચલાવી હોય તેમ મોરબી નગરપાલિકાના તમામ રૂપિયાઓ જે પ્રજાના ટેક્સના હતા તેને તળિયા જાટક કરી નાખ્યા એટલી હદ સુધી કે મોરબી નગરપાલિકાના કર્મચારીઓના પગાર તેમજ લાઈટ બિલ માટે ધારાસભ્યએ પ્રજાજનોને વિનંતી કરવી પડે તેમ છતાં મોરબી શહેરની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે શહેરના મોટાભાગોના વિસ્તારોમાં ઉભરાતી ગટરો ઉકરડા ના ગંજ આપને જોવા જ મળશે આ જોતા ખરેખર એવી લાગી રહ્યું છે કે નેતાઓને અધિકારીઓને સ્વચ્છતાના નામે માત્ર ડિંડક જ કર્યા છે દેખાવ પાછળ જનતાના પૈસાને સાફ કર્યા છે.






