GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનાર લીલી પરિક્રમાના રાત્રી મુકામના ૮ પડાવ ખાતે જનરેટર દ્વારા લાઈટની સુવિધા ઉભી કરાઈ

પરિક્રમા રૂટ અને ભવનાથ વિસ્તારમાં અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે PGVCLની ટીમોને ફરજ સોંપાઈ
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર લીલી પરિક્રમા માટે ઉમટી પડતા ભાવિકો માટે જિલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાલિકા અને વન વિભાગ દ્વારા જરૂરી વ્યવસ્થાઓને આખરી ઓપ આપ્યો છે. જેમાં પરિક્રમર્થીઓ માટે લાઈટની સગવડતા માટે તંત્ર દ્વારા પુખ્તા તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ગિરનાર લીલી પરિક્રમાના રોટ રાત્રે મુકામના ૮ પડાવ ખાતે જનરેટરના માધ્યમથી લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. મહત્વનું છે કે, પરિક્રમાનો રૂટ અભયારણ્ય વિસ્તારમાં હોવાથી DG સેટ મારફત વીજળી પૂરી પાડવામાં આવશે.
પરિક્રમા રૂટના બોરદેવી ત્રણ રસ્તા, નળ પાણીની જગ્યા માળવેલાની ઘોડી તરફ, જીણાબાવાની મઢીથી માળવેલા તરફ, ઈટવા ડંકી વાળો પોઇન્ટ-૧, મોળા પાણીના પુલ (નાળુ) પાસે, ડેરવાડ ત્રણ રસ્તા પાસે અને નળ પાણીની ઘોડીથી માળવેલા સાઈડ પગથીયા પુરા થાય પછી પગથિયા થી ૧ કિલોમીટર દૂર (પોર્ટેબલ જનરેટર – ૧) DG સેટ મૂકવામાં આવશે.
મહાનગરપાલિકા ની હદમાં મનપતંત્ર દ્વારા લાઈટ માટેની જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. ભવનાથ પરિસરમાં વીજ સલામતી જળવાઈ રહે તે માટે પણ વીજતંત્ર જરૂરી ચકાસણી કરવામાં આવી છે. ઉપરાંત પરિક્રમા ના રુટ અને ભવનાથ પરિસરમાં વીજ પુરવઠો અવિરત પણે જળવાઈ રહે તે માટે PGVCL ની ટીમોને ફરજ સોપવામાં આવી છે.
કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓ માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

[wptube id="1252022"]
Back to top button