HALVADMORBIMORBI CITY / TALUKO

મોરબી જિલ્લા કક્ષાનો ૭૪મો પ્રજાસત્તાક પર્વ હળવદ ખાતે ઉજવાશે

જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યાના હસ્તે ધ્વજવંદન કરાશે

જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મોરબી જિલ્લાની જનતાને જાહેર આમંત્રણ

દેશના ૭૪મા પ્રજાસત્તાક દિનની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી એ.પી.એમ.સી. હળવદ ખાતે થશે. જેમાં જેમાં કલેકટર શ્રી જી.ટી. પંડયાના વરદ્દ્ હસ્તે ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન કરવામાં આવશે.

૨૬મી જાન્યુઆરીના રોજ હળવદ એ.પી.એમ.સી. ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં સવારે ૯-૦૦ કલાકે કલેકટરશ્રીના વરદ્દ હસ્તેથી ધ્વજવંદન કરવામાં આવશે. બાદમાં કલેકટરશ્રી દ્વારા પરેડનું નિરીક્ષણ અને પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવશે. ધ્વજવંદન કાર્યક્રમમાં મોરબી જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આ પ્રસંગે વ્યક્તિ વિશેષશ્રીઓનું સન્માન પણ કરવામાં આવશે. મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જાહેર જનતાને ઉપસ્થિત રહેવા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.કે. મુછાર દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button