Rajkot: રાજકોટ શહેરમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અન્વયે મતદાનનો શાંતિપૂર્ણ થયેલો પ્રારંભ

તા.૭/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
લોકશાહીને ઉજાગર કરવા વહેલી સવારથી જ રાજકોટવાસીઓમાં જોવા મળેલો અનેરો થનગનાટ, શાંતીપૂર્ણ મતદાન માટે તંત્ર દ્વારા ચુસ્ત અને ચાંપતો બંદોબસ્ત
રાજકોટ જિલ્લામાં આજરોજ ૧૦-રાજકોટ સંસદીય બેઠક માટે કુલ ૨૧,૩૩,૫૫૭ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે
Rajkot: સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહેલી ૨૬ લોકસભાની બેઠકના મતદાન અન્વયે મ આજરોજ ૧૦-રાજકોટ સંસદીય મતદારવિભાગ વિસ્તારમાં સમાવિષ્ટ રાજકોટ શહેરમાં લોકશાહીને ઉજાગર કરવા વહેલી સવારથી જ રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે અને શહેરી વિસ્તારમાં મતદાનનો ધીમો પણ મક્કમ પ્રારંભ થયો છે.


રાજકોટવાસીઓ નિર્ભય બની પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે સમગ્ર ચૂંટણીતંત્ર દ્વારા ચૂસ્ત અને ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે અને કોઇપણ અનીચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર સજાગ અને સક્રિય છે.

૧૦-રાજકોટ સંસદીય બેઠકમાં કુલ ૨૧,૧૨,૨૭૩ મતદારો નોંધાયેલ છે જે પૈકી ૧૦,૯૩,૬૨૬ પુરૂષ મતદારો અને ૧૦,૧૮,૬૧૧ સ્ત્રી મતદારો તથા ૩૬ થર્ડ જેન્ડર મતદારનો સમાવેશ થાય છે.








