GUJARATHALOLPANCHMAHAL

ઘોંઘબા- મહિલાને સાસરીયાઓ ડાકણ કહીને હેરાન કરતા,અભયમ ટીમે કાઉન્સલિંગ કરીને સમાધાન કરાવ્યુ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૬.૮.૨૦૨૩

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના એક ગામમાં થી એક મહિલા નો અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન માં કોલ આવ્યો હતો અને જણાવેલ કે તેમના દિયર,દેરાની તેમને ડાકણ કહી તેમને ધમકી આપે છે અને તેમને 3 વર્ષ થી વધુ સમય થી ડાકણ બાબતે હેરાન કરે છે અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે.અને તેમના ઘરે શાંતિથી રહેવા દેત્તા નથી.જ્યારે ૧૮૧ અભયમ માં કૉલ આવ્યા ની થોડીક જ ક્ષણોમાં હાલોલ ૧૮૧ ના કાઉન્સેલર મધુબેન વી.રાઠવા, ટીમ સહિત ધટના સ્થળે પહોંચી જઇ પીડિતા બહેનની સાથે વાતચિત કરી બહેનની સમગ્ર સમસ્યા જાણી સમજી પછી તેમના દિયાર- દેરાણીને સમજાવ્યા હતા અને તેમાં તેમનાં સમાજમાં લોકો બીમાર રહે છે.તો પણ તેમના નામે ગાળો બોલે. તેમને સામાજિક કોઈ કારણો સર ઝઘડાઓ હોવા થી એક બીજાને બોલતા નથી.તેના કારણે પીડિતા બહેનને ડાકણ કહી તેની સાથે ઝધડા થાય છે.ત્યારબાદ પીડિતા બહેનના કાઉન્સિલીંગ દરમ્યાન તેમને જણાવેલ કે તેના દિયર દેરાણી અંધશ્રધ્ધા મની ને તાંત્રીક વિધિઓ કરાવે છે મને ડાકણ કહી મારઝૂડ કરવા આવે છે તેથી તે દવા પીને કે આપધાત કરી મરી જવા જઈ રહ્યાં હતાં પરંતુ ૧૮૧ ટીમ કાઉન્સેલર મધુબેન વી.રાઠવા દ્રારા પીડિત મહિલા નું વધું કાઉન્સિલીગ કર્યું.તેમને 3 સંતાનો છે પીડિત મહિલા તેમના ત્રાસ થી ગળે ફાંસો ખાઇ ને મરી જવાનું જણાવતા હતા.તેમને આશ્વાસન આપેલ અને તેમના પતિ-પત્ની બંનેના મરી જવાના વિચારો ને દૂર કરેલ.દિયર-દેરણીની સાથે વાતચિત કરી સમજાવેલ ૧૮૧ ના કાઉન્સેલર દ્વારા ઊંડાણ પૂર્વક સમજાવતા તે સમજી ગયેલ અને તેમના ભાઈ ભાભી વચ્ચે ના પ્રેમની સમજ થયેલ.ત્યારબાદ કાયદાકિય સમજ આપી હતી.પછી તેઓ ભૂલને સ્વીકારી અને જણાવેલ કે અમારા ભાઇ- ભાભી માતા પિતા સમાન છે તેમના દ્વારા એમને ઘણી મદદ મળી હતી .પીડિતાના દિયર તેમને મોટા ભાઈ તરીકે માન આપશે. હવે પછી તેમને કોઈ પણ પ્રકાર ની હેરાનગતી કે ડાકણ કહી ઝધડા નહિ કરવાનું અપશબ્દો નહિ બોલવાનું જણાવ્યું હતું.આમ ૧૮૧ અભયમ ની ટીમે બન્ને પક્ષ વચ્ચે કાઉન્સિલીંગ કરી હળીમળીને રહે માટે સલાહ માર્ગદર્શન આપી તેમની સમસ્યા નું સુખદ સમાધાન કરાવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button