MORBIMORBI CITY / TALUKO

મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ

મોરબીના ઓમનગર (નવા ખારચીયા) ખાતે રવિવારે બોપલિયા પરિવાર દ્વારા બહુચર માતા મંદિરે પાટોત્સવ

મોરબીના ઓમનગર (નવા ખારચિયા) ખાતે સમસ્ત બોપલિયા પરિવારના શ્રી બહુચરાજી માતાજી મંદિર ખાતે 21 મો વાર્ષિક પાટોત્સવ તથા યજ્ઞ યોજાશે આગામી તા.14-5 ને રવિવારના રોજ ઓમનગર (નવા ખારચિયા) ગામે બહુચરાજી મંદિરનો 21 મો પાટોત્સવ યોજનાર છે સાથેસાથે યજ્ઞનું આયોજન પણ કરવામાં આવેલું છે.

યજ્ઞના મુખ્ય યજમાન તરીકે વ્રજ દિનેશભાઈ બોપલિયા તેમજ જયશ્રીબેન વ્રજકુમાર બોપલિયા સાતક બેસશે. તેમજ પાટલાના યજમાન તરીકે ગિરીશ મહાદેવભાઇ બોપલિયા, હાર્દિક પ્રવીણભાઇ બોપલિયા, પ્રકાશ લાલજીભાઇ બોપલિયા અને ગૌરવ દિનેશભાઇ બોપલિયા રહેશે.જેમાં તા.13-5 ને શનિવારે રાત્રીના 9:00 કલાકે માતાજીના રાસ ગરબાનું આયોજન કરેલ છે જ્યારે તા.14 ને રવિવારે સવારે 7:00 વાગ્યે દેહશુધ્ધી તથા યજ્ઞ બાદ બપોરના 12:00 કલાકે મહાપ્રસાદ યોજાશે આ મહાપ્રસાદના દાતા તરીકે કાનજીભાઈ જીવાભાઇ બોપલિયા (ખારચિયા હાલ મોરબી) વાળાએ આર્થિક સહયોગ આપ્યો હતો તે ઉપરાંતના દાતાઓ દ્વારા પણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે મોરબીના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ મોરબી બહાર વસતા સમસ્ત બોપલિયા પરિવારને આ પાટોત્સવ તથા યજ્ઞ અને મહાપ્રસાદનો લાભ લેવા આયોજકો દ્વારા યાદીમાં જણાવવામાં આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button