GUJARATHALOLPANCHMAHAL
હાલોલ નગર ખાતે રમજાન ઈદ પર્વને લઇ હાલોલ ટાઉન પોલીસ તેમજ એસઆરપી ગ્રુપના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ.

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૦.૪.૨૦૨૪
હાલોલ નગરના વિવિધ વિસ્તારોમાં આજરોજ હાલોલ ટાઉન પોલીસ તેમજ એસઆરપી ગ્રુપના જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ હતી.તા.૧૧ એપ્રિલ ગુરૂવાર ના રોજ મુસ્લિમ સમુદાયના પવિત્ર તહેવાર એવા રમજાન ઇદ નાં અનુસંધાને તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી હતી.રમઝાન ઇદના તેહવારની ઉજવણી શાંતી પૂર્ણ માહોલમાં થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હાલોલ ટાઉન પોલીસ દ્વારા આજે નગરના વિવિધ વિસ્તારો જેવાકે મંદિર ફળીયા,બોમ્બે હાઉસ, મેન બજાર,કસ્બા,લીમડી ફળિયા તેમજ વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ યોજાઇ હતી જેમાં હાલોલ ટાઉન પીઆઈ કે.એ.ચૌધરી એસઆરપી ગ્રુપના જવાનો અને ટાઉન પોલીસ મથકના પોલીસ જવાનો સાથે ફ્લેગ માર્ચ યોજાઈ હતી.

[wptube id="1252022"]









