GUJARATHALOLPANCHMAHAL

હાલોલ રૂરલ પોલીસે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો સહિત રૂ.3,59,640 નો મુદ્દામાલ ઝડપી પાડયો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૬.૨૦૨૪

હાલોલ રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમીના આધારે રાવજી રેસીડેન્સીમાં ખુલ્લા મેદાનમાંથી ભારતીય બનાવટ નો રૂ. 59,640 /- વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો.જોકે કાર ચાલાક ગાડી મૂકી ભાગી છૂટ્યો હતો. પોલીસે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઈ આર.એ.જાડેજાનાઓ ને ખાનગી બાતમી આધારે તેમજ હાલોલ રૂરલ પોલીસ મથકના પીએસઆઈ જે.ડી.તરાલ તથા સર્વેલન્સ સ્કોવડના પોલીસ કર્મચારીઓ સાથે મધાસર રાજપુતાના કંપની ની આગળ આવેલ હોટલ રધુનંદન પાસે વોચમાં હતા દરમ્યાન એક હુંનડાઈ વરના કાર GJ-23-AF-5580 નંબર ની કાર નીકળતા પોલીસે તેને ઊભી રાખવાનો ઈશારો કરતા કાર ચાલકે કાર ઊભી ન રાખી અને કાર ને ભગાડી હાલોલ બાયપાસ રોડ પર આવેલા રાવજી રેસીડેન્સીમાં ખુલ્લા મેદાનમાં ઊભી રાખી ડ્રાઈવર નાસી જઇ કાર કબજે કરતા કારમાંથી પોલીસે ભારતીય બનાવટ નો રૂ. 59,640 /-વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે રૂ.3 લાખ ની હુંનડાઈ વરના કાર મળી કુલ 3,59,640 /- ના મુદ્દા માલ કબજે કરી હાલોલ રૂરલ પોલીસે વોન્ટેડ આરોપી ઉપેન્દ્ર ઉર્ફે જીગો જોગેન્દ્રસિંહ રાઠોડ રહે.પ્રેમસ્ટેટ હાલોલ નાઓ સામે પ્રોહીબીશન નો ગુનો નોંધી તપાસ હાથધરી છે.પોલીસે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડયા ની વાત દારૂનો વેપલો કરતા લોકો માં ફેલાતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

 

[wptube id="1252022"]
Back to top button