હાલોલ રૂરલ પોલીસે મારુવા ગામે મકાઈના ખેતરમાં છુપાવેલો 54,100/- રૂ.નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૯.૨.૨૦૨૪
હાલોલ રૂરલ પોલીસને મળેલ બાતમી ના આધારે મારુવા ગામેથી રુપિયા 54,100/-નો વિદેશી દારૂની જથ્થો ઝડપી પાડી પ્રોહિબિશન નો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ રૂરલ પોલીસ મથક ના પી.આઈ આર.એ.જાડેજા ને ચોક્કસ રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના મારૃવા ગામે મકાઈના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમી ના આધારે તેમને પોલીસ ટીમ બનાવી મારૂવા ગામ જઇ મકાઈના ખેતરમાં તપાસ કરતા તે ખેતરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં કવાટરિયા અને બીયરના ટીન નંગ 447 જેની કુલ કિંમત રૂ.54,100/- નો જથ્થો મળી આવતા પોલીસે મુદ્દામાલ ઝડપી પાડી ફરાર બે ઇસમો
રમેશભાઈ ઉર્ફે રમુ રંગીતભાઈ પરમાર રહે.પાંચતાડ નિશાળ ફળિયું.તા.હાલોલ અને પર્વતસિંહ ફતેસિંહ રાઠોડ રહે.મારુવા ગામ તા.હાલોલ નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓ સામે પ્રોહિબિશન નો ગુનો નોંધી બંને ની ધરપકડ કરવાના ચક્રો ગતીમાન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.










