GUJARATHALOLPANCHMAHAL
હાલોલ એમ. & વી.આર્ટ્સ & કોમર્સ કોલેજ,અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે “યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૧.૮.૨૦૨૩
હાલોલ ગોધરા રોડ પર આવેલ એમ. & વી. આર્ટ્સ & કોમર્સ કોલેજ,અને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઉપક્રમે “યુવા સંવાદ” “INDIA@2047” કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર, જે.બી.ખાચર (પૂર્વ પ્રિન્સિપાલ, રિલાયન્સ સ્કૂલ, બરોડા)ના વિશેષ વક્તવ્યમાં કાર્યક્રમ સંપન્ન થયો હતો.પ્રિ. યશવંત શર્માએ મહેમાનોનો પરિચય આપ્યો હતો l.અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. પાંચ વિદ્યાર્થી બહેનોએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો.સંપૂર્ણ સ્ટાફ અને ૪૦૦ થી વિશેષ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં સક્રિય જોડાયા હતા.કોલેજના પ્રોગ્રામ ઓફિસર ડૉ. જયેશ વાઘેલા અને ડૉ.સંજય જોષીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.જેમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]









