હાલોલ- લાયન્સ ક્લબ ઓફ હાલોલ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સુલતાનપુરા પ્રાથમિક શાળા અને ગંગા તલાવડી પ્રાથમિક શાળા માં વિવિધ સેવાકીય પ્રવુતિઓ યોજાઇ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૩.૮.૨૦૨૩
લાયન્સ ક્લબ ઓફ હાલોલ દ્વારા ગ્રામ્ય વિસ્તારની સુલતાનપુરા પ્રાથમિક શાળા અને ગંગા તલાવડી પ્રાથમિક શાળા માં વિવિધ સેવાકીય પ્રવુતિઓ નું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વૃક્ષારોપણ,ફૂડ ફોર હંગર અંતર્ગત વિદ્યાર્થીઓ ને તિથિ ભોજન કરાવામાં આવ્યું હતું.વિદ્યાર્થી ઓને સ્કૂલ બેગ નોટબુક તેમજ સ્કૂલ કીટ વિતરણ કરેલ ગરીબ વિધવાઓ ને સાડી વિતરણ સાથે ગરીબ જરૂરિયાત મંદ લોકો ને છત્રી વિતરણ અને પ્રાથમિક સ્કૂલ ના પ્રિન્સિપાલ અને સ્ટાફ ને એડમિસ્ટ્રેશન ઓફિસ સ્ટેશનરી કીટ વિતરણ તેમજ સી આર સી કક્ષા એ પ્રથમ દ્વિતીય આવેલ વિદ્યાર્થી ઓ ને પ્રોત્સાહક પ્રમાણપત્ર અને ઇનામ વિતરણ લાયન્સ ક્લબ હાલોલ દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમાં ઉપસ્થિત રહેલ લાયન્સ ક્લબ હાલોલ ના પ્રમુખ લાયન પ્રવીણ કે રાજન,સેક્રેટરી લાયન રિઝવાન મુલતાની,ટ્રેજરર લાયન શ્રેયસ શાહ કેબિનેટ સેક્રેટરી લાયન દીપક શાહ,કેબિનેટ જોઈન્ટ સેક્રેટરી લાયન નારાયણ વરિયા,ડિસ્ટ્રિક્ટ ચેરમેન લાયન નીતિન શાહ સાથે શાળા ના આચાર્ય સાથે સ્ટાફ અને ગ્રામજનો ની ઉપસ્થિત માં સમગ્ર કાર્યક્રમ લાયન્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું હતું.