હાલોલ:જિલ્લા એલસીબી પોલીસે કાળીભોઈ ત્રણ રસ્તા પાસેથી ચોરીની એક્ટિવા મોપેડ સાથે એક ઇસમને ઝડપી પાડયો.

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૦.૮.૨૦૨૩
પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે ચોક્કસ બાતમીનાં આધારે હાલોલ કાળીભોઈ ત્રણ રસ્તા પાસેથી એક્ટિવા મોપેડ જેની કિંમત ૫૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન નાં એક્ટિવા મોપેડ નાં ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા એલસીબી પીઆઈ એન. એલ.દેસાઈને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબધી ગુનાઓને બનતા અટકાવવા તેમજ બનેલા વણ સોધાયેલા મિલકત સંબધી ગુનાઓ ડીટેકટ કરવાની કવાયત માં લાગેલા હતા તે દરમ્યાન અંગત બાતમીદાર પાસેથી પીઆઈ એન.એલ.દેસાઈને બાતમી મળી હતી કે એકાદ મહિના અગાઉ હાલોલ બસ્ટેન્ડ પાસેથી પાર્ક કરી મૂકી રાખેલી એક્ટિવા મોપેડ જેની અંદાજે કિંમત ૫૦,૦૦૦/- રૂ.ની ચોરી થવા પામેલ હતી.તે ચોરીની એક્ટિવા મોપેડ લઈને એક ઇસમ ભીમાભાઇ ઉર્ફે ગજની લક્ષ્મણભાઈ નાયક રહે.શુરા માળ ફળિયું.તા.હાલોલ નાઓ હાલોલ પાવાગઢ રોડ પર આવેલ કાળી ભોઈ ત્રણ રસ્તા પાસેથી પસાર થતા ઝડપાઈ જતા હાલોલ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલા એક્ટિવા મોપેડ ની ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી.અને આરોપીને હાલોલ ટાઉન પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી હતી.










