હાલોલ:80 વર્ષની ઉંમરે દિકરાઓ માતાની સેવા કરતા નથી અને ટોર્ચર કરી હેરાન કરે છે માટે વૃદ્ધાએ હાલોલ 181 અભયમ હેલ્પલાઇન ની મદદ લીધી

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૭.૨.૨૦૨૪
હાલોલ તાલુકાના સીટી વિસ્તારમાંથી એક મહિલાએ 181 માં કોલ કરી જણાવ્યું હતું કે મારા દીકરા મને ઘરમાં રાખવાં માંગતાં નથી અને મારી સેવા પણ કરતા નથી અને પ્રોપર્ટી બાબતે ઝઘડા કરી મને માનસિક ત્રાસ આપે છે તેમ જણાવતા હાલોલ 181 અભયમ ના કાઉન્સિલર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વૃદ્ધ મહિલાના દિકરા સાથે કાઉન્સિલીંગ કરી માતા પ્રત્યે એક દિકરા તરીકેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું.તેમજ કાયદાકિય માહિતી આપી કાયદાની સમજ આપી હતી કે માતાને લકવાની બિમારી છે તે પથારી માં જ સુતા રહે છે તો તેને હેરાન ન કરાય અને માતા પિતાએ ચાર દિકરીઓ અને ત્રણ દિકરા માટે ભેગી કરેલી પ્રોપર્ટી છે.તે તેના વારસદારની જ ગણાશે પરંતુ વૃદ્ધ માતા ને સેવા કરવાની જગ્યાએ માનસિક ત્રાસ આપી કે પ્રોપર્ટી બાબતે ગાળો બોલી તેમજ ધમકી બતાવી હેરાન ન કરવું એ ગુનો બને છે.જેમાં બંન્ને દિકરાને અસરકારક સમજાવતા પોતાની ભૂલ સમજાઈ હતી.અને વૃદ્ધ માતા ને હેરાન નહિ કરવા અને માતાની જવાબદારીનું ઘ્યાન રાખવા જણાવેલ હતું. તેમજ પોતે પણ વિકલાંગ ભાઈ સાથે ઝઘડા નહિ કરી શાંતિ થી ઘરમાં રહેવાનું જણાવેલ ત્યારબાદ દિકરાને ફરજનું ભાન કરાવતા તેણે પોતાની ભૂલ સ્વીકારી હતી અને હવે પછી માતા કે ભાઈ સામે ખરાબ વર્તન કરી હેરાન નહિ કરવાની ખાતરી આપી હતી.આમ પીડિતા મહિલાએ દિકરાને ભૂલ નો અફસોસ થતાં તથા ફરી આવી ભૂલ ન કરવાનું જણાવતા 181 અભયમનો આભાર માન્યો હતો.