GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર ગ્રામ પંચાયતના સભ્ય ની પણ પીબીએમ હેઠળ અટકાયત કરતાં કાળા બજાર કરતા તત્વોમાં ફફડાટ

તારીખ ૦૫/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચ ના ચૂંટાયેલા સભ્ય નિશાંતકુમાર શાહ ની સરકારી અનાજ ની લેતી દેતી ના કાંડ મા પીબીએમ અન્વયે ની દરખાસ્ત ને જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂર કરતા એલસીબી પોલીસે નિશાંત શાહ ની અટકાયત કરી બનાસકાંઠા જેલ મા મોકલી આપ્યો છે ઉલ્લેખનિય છે કે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના વિતરણ વ્યવસ્થા ને ખામી રહીત બનાવવા અને જરૂરીયાત મંદ ગ્રાહકોને પુરતું અનાજ મળે તેવી વ્યવસ્થા કરવાના ભાગ રૂપે કાળા બજાર કરતા અને અનાજ સગે વગે કરતા તત્વો ઉપર લગામ કસી છે. વેજલપુર ગ્રામ પંચાયત ના સભ્ય અને વેપારી ની અટકાયત થતા કુલ આક પાંચ નો થયો છે.

[wptube id="1252022"]









