GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત સીબી ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ગણિત દિવસની ભવ્ય ઉજવણી

તારીખ ૨૩/૧૨/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ કેળવણી પ્રચારક મંડળ દ્વારા સંચાલિત સીબી ગર્લ્સ સ્કુલ ખાતે શુક્રવારે બાવીસ ડિસેમ્બર ના દીવસે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી પ્રાર્થનાસભા મા વિદ્યાર્થીનીઓ દ્વારા ભારતના ગણિશાસ્ત્રીઓ રામાનુજ, આર્યભટ્ટ, શકુંતલાદેવી વિષે સુંદર વકતવ્ય આપવામા આવ્યુ હતુ શાળા ના ગણિત શિક્ષક રૂપલબેન શાહ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ એ ગણિતના વિવિઘ આકારો નો ઉપયોગ કરી સુંદર મોડેલ,નમુના બનાવવામાં આવ્યા હતા વિધાર્થીઓ મા ગણિત વિષય નો ડર દુર થાય અને વિષયને રસપ્રદ બનાવી શકાય તે હેતુથી આ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

[wptube id="1252022"]









