
તા.૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગત તા. ૧ ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે જનજાગૃતિ અર્થે રાજકોટ શહેરમાં અનેકવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતાં.

જેના ભાગરૂપે વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે રેડલાઇટ વિસ્તારમાં રહેતી બહેનોને થોરાળા પોલિસ સ્ટેશનના શ્રી ભાર્ગવસિંહ ઝનકાત અને ટીમ દ્વારા એચ.આઈ.વી. રોગ વિશે માહિતગાર કરી આ રોગથી બચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં આ વિસ્તારની બહેનોને સ્વરોજગાર માટેની તાલીમ લઈ બ્યુટી પાર્લર, દરજી કામ કે કારખાનાઓમાં નોકરી કરવા માટે પ્રેરણા આપી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]








