
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૯.૫.૨૦૨૪
હાલોલની કલરવ શાળાનું ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ઝળહળતું પરીણામ છેલ્લા ૨૩ વર્ષ થી આવી રહ્યુ છે.ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આનંદ ની લાગણી અને ગૌરવ અનુભવાઈ રહ્યું છે.ચાલુ સાલે હાલોલ કેન્દ્રનું પરિણામ ૭૨% આવેલ છે ત્યારે કલરવ શાળાનું અંગ્રેજી માધ્યમનું અને ગુજરાતી માધ્યમનું ૮૦% પરિણામ આવ્યું છે.જેમાં અંગ્રેજી માધ્યમમાં પ્રથમ ક્રમાંકે અંકિત રાઠવા (૯૫.૫૪(PR) (A2 ગ્રેડ),દ્રિતીય ક્રમાંકે કૃપલ આહીર (૯૭.૦૧ (PR)(A2 ગ્રેડ),અને તૃતીય ક્રમાંકે સ્વપનીલ પાટીલ (૮૭.૯૯(PR)(A2 ગ્રેડ),સાથે આવેલ છે.જ્યારે ગુજરાતી માધ્યમ માં પ્રથમ ક્રમાંકે અનિતા પરમાર (૯૨.૬૬(PR) (B1 ગ્રેડ), દ્રિતીય ક્રમાંકે તિથિ પટેલ (૮૦.૯૮(PR) (B2 ગ્રેડ) આવેલ છે.જ્યારે શાળાનું સમગ્ર પરિણામ જોતા શાળાના શ્રેષ્ઠ શિક્ષકોના માર્ગદર્શન ને આભારી છે.કલરવ શાળા પરિવાર સર્વે વિર્ધાથીઓને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવે છે.










