
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી
મિટિંગમાં વાંસદા ના ડોક્ટર લોચન શાસ્ત્રીને સેવા રત્ન એવોર્ડ મળ્યો તેમને સાલ ઓઢાડી. પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા.
આજ રોજ નવસારી કમલમ ખાતે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી કિસાન મોરચાની જીલ્લા કારોબારી યોજાઈ હતી. આ કારોબારી માં 40 જેટલા જિલ્લાના કિસાન મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. આ મિટિંગમાં પ્રદેશના મંત્રી આશિષભાઈ દેસાઈ જિલ્લા કિસાન મોરચા પ્રમુખ દેવાંશુભાઈ દેસાઈ. ઉપપ્રમુખ ભુપેન્દ્રપી પટેલ, જિલ્લા મંત્રી દલુભાઈ પાડવી. જીલ્લા પ્રભારી ગોપાલભાઈ રાદડિયા તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા આ મિટિંગમાં ડોક્ટર લોચન શાસ્ત્રીને ભારતીય સેવા રત્ન એવોર્ડ મળતા તેમને સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા હતા. અંતમાં દીપકભાઈ રૂપાપરા એ આભાર વિધિ વ્યક્ત કરી મિટિંગ પૂર્ણ કરી હતી.




