
કોડીનારના વડનગર આંગણવાડીમાં વિશ્વ એઇડ્સ રસી દિવસ ઉજવાયો.
તાલુકા કાનુની સેવા સમિતિ કોડીનાર દ્વારા વડનગર આંગણવાડી ખાતે એક કાનૂની શિબિર મારફત ગ્રામજનો ને સમજાવાયું કે જો કે દર વર્ષે 18 મેના રોજ, વિશ્વ એઇડ્સ રસી દિવસ તરીકે ઉજવવામાં માં વાએ છે જેનો મુખ્ય હેતુ આ દિશામાં વધુ સંશોધન માટે પ્રયત્નો કરવાની તકો ઊભી કરવા અને આ વાયરસ અને એઇડ્સ જેવા રોગોને રોકવા માટે સલામત અને સંપૂર્ણ અસરકારક રસીની જરૂરિયાત વિશે સામાન્ય લોકોમાં જાગૃતિ ફેલાવવામાટે અને જાગૃતિ માટે ઉજવવા માં આવેછે.તેમજ કાનૂની પ્રશ્નો નું નિરાકરણ,તેમજ મધ્યાંતર તેમજ પારિવારિક પ્રશ્નનો નું નિરાકાર કેવી રીતે કરવવું તેમ સમજવામાં આવ્યું હતું. તેમજ લોક અદાલત,અને મધ્યાંતર અને
કાનૂની જાગૃતિ ના પેમ્પ્લેટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.લીગલ સુપરિટેન્ડેન્ટ ભાવિન જેઠવાના માર્ગદર્શન હેઠળ જેમાં હાજર રહેલ પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત આર. દેસાઈ તેમજ ફોરેસ્ટ વિભાગ કિરણબેન જોટવા તેમજ આરોગ્ય કર્મચારી, આંગણવાડી બેહનો વનિતા વાઢેળ, હંશા વાઢેળ,નીતા સોલંકી તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.






