મોરબી:વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
મોરબીના લીલાપર ગામે પ્રકાશનગરમાં રહેતા હરેશભાઈ માવજીભાઈ જાદવે આરોપી પફુલભાઈ બચુભાઈ સોલંકી (રહે. રફાળેશ્વર મચ્છોનગર)વિરૂધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવીઃ હરેશભાઈને નાણાકીય જરૂરિયાત ઉભી થતા આરોપી પ્રફુલભાઈ સોલંકી પાસેથી રૂપિયા 40 હજાર પાંચ ટકા વ્યાજે લીધા હતા જે બાદમાં વ્યાજ અને મુદ્દલ ચૂકવી દેવા છતાં પણ આરોપી પ્રફુલભાઈ સોલંકી દ્વારા હરેશભાઈના ઘરે રૂબરૂ જઇ પૈસાની ઉઘરાણી કરી ગાળો બોલી તેમજ ફોન કરી બળજબરીથી મુદલ તથા વ્યાજના રકમની પઠાણી ઉઘરાણી કરતા અંતે ફરિયાદ નોંધાઈ છે.
[wptube id="1252022"]