GIR SOMNATHSUTRAPADATALALA

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, કેરીના પાકને નુકસાન

ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં તાલાલા, સુત્રાપાડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. તાલાલાના ધાવા, આકોલવાડી, સુરવા, જાવંત્રી ગામે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોની ચિંતા વધી છે. માવઠાના કારણે કેરીના પાકને ભારે નુક્સાન થવાની શક્યતા છે.ગીર સોમનાથ જિલ્લામાં બે દિવસ પૂર્વે તાલાલા, ઉના અને ગીર ગઢડા તાલુકામાં ભારે પવન સાથે વરસેલા ધોધમાર વરસાદે ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા હતા. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો મોટાભાગે કેરી, નાળિયેર સહિતના બાગાયત પાકોની ખેતી કરે છે. કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો પર તો પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. માવઠા પહેલા પ્રતિ કિલો કાચી કેરી 80થી 100 રૂપિયે વેચાતી હતી. જેના આજે ખેડૂતોને માત્ર 5થી 10 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે. ભારે પવનના કારણે આંબા પરથી કાચી કેરીઓ ખરી પડતા ખેડૂતોને ફટકો પડ્યો છે. બીજી તરફ માવઠા બાદ હવે ભાવ પણ ગગડી ગયા હતા. આ અંગે બાગાયત અધિકારીએ કહ્યું કે માવઠાના કારણે કેસર કેરીના પાકને એક તો નુકસાન થયું જ હતું. પાછુ કરા સાથે વરસાદ વરસતા ખેડૂતોને બેવડો ફટકો પડ્યો

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]
Back to top button