પ્રભાસ પાટણ ખાતે QDC -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2023 કાર્યક્રમ યોજાયેલ

એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે QDC -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક)-2023 કાર્યક્રમ યોજાયેલ
એમ. જે. સ્વામિનારાયણ હાઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે QDC -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક)-2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વામી રામસ્વરૂપદાસજી તથા નરેશભાઈ ગુંદરણીયા (કો-ઓર્ડીનેટર શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર – ગીર સોમનાથ) ના હસ્તે રીબીન કાપી, દીપ પ્રાગટય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવેલ.ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં ક્યુ.ડી.સી. ની ૮ શાળાઓએ ભાગ લીધો હતો.અલગ- અલગ ૫ વિભાગોમાં કુલ ૧૬ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. કૃતિઓ સાથે જે તે શાળાના બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક વિભાગમાં પ્રથમ ક્રમાંકે આવેલ શાળાઓને આમંત્રિત મહેમાનો હસ્તે શિલ્ડ એનાયત કરવામાં આવેલ.આ સાથે પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ શાળાઓને અને બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં એસવીએસ કન્વીનર કાલવાત (આઈ. ડી. ચૌહાણ હાઈસ્કૂલ વેરાવળ)ડૉ. લાખાણી (શ્રી સોમનાથ ટ્રસ્ટ આયુર્વેદિક સરકારી દવાખાનુ) હાજર રહેલ તેમજ ઝાલા (મીઠાપુર પ્રા. શાળા) તથા અમીન (પે સેન્ટર કુમાર શાળા પ્ર.પાટણ) આ પ્રદર્શનમાં નિર્ણાયક તરીકે સંતોષકારક કામગીરી બજાવેલ છે. પ્રદર્શનને આજુ બાજુની શાળાઓના અંદાજિત ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન ને નિહાળેલ છે. ભાગ લીધેલ વિદ્યાર્થીઓ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ડી. એમ. રામાણી તથા સુપરવાઈઝર બી .આર. ખેર દ્વારા કરવામાં આવેલ તેમજ એમ.જે.સ્વામિનારાયણ હાઈસ્કૂલ નાં સમગ્ર સ્ટાફ ગણ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરી આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન સફળ
વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ










