
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
એક કુહાડી ક્યાંક ઊઠી છે, ચાલ ઝાડની ખબર કાઢવા,
એ પંખીની હામ ખૂટી છે, ચાલ ઝાડની ખબર કાઢવા.
મુન્દ્રા તા – ૨૧ માર્ચ : વનસંપત્તિ પૃથ્વીનાં ફેફસાં છે. વન એ જીવન છે. સૃષ્ટિનો શણગાર છે, કરોડો જીવોનું આશ્રય સ્થાન છે. આજે વિશ્વ વિન દિવસે વૃક્ષોની ખબર કાઢવાની થોડી વાત કરીએ! એક સર્વે મુજબ દર વર્ષે લગભગ 13 મિલિયન હેક્ટર જંગલનો નાશ થાય છે. માનવીએ ઝાડ પર કુહાડી ચલાવી વૃક્ષોની કરપીણ હત્યા કરવાનું શરૂ કર્યું છે ત્યારે અદાણી ફાઉન્ડેશને આદરેલી વનીકરણની અદભૂત કામગીરીના આવેલા સાર્થક પરિણામોની ઉડીને આંખે વળગે તેવા છે.
કચ્છની સૂકી ધરાને લીલીછમ બનાવવાના અદાણી ફાઉન્ડેશને વર્ષો પહેલા સંકલ્પ લીધો અને તે સાકાર કરવા એડી ચોટીનું જોર લગાવ્યું. ફાઉન્ડેશને સહિયારા પ્રયાસોથી અત્યાર સુધીમાં 1,80,000 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. વર્ષ 2021 થી અદાણી ફાઉન્ડેશને વનીકરણ માટેનું બીડુ ઝડપ્યું છે. જેમાં વૃક્ષારોપણથી લઈને તેમની સુરક્ષા અને માવજતની જવાબદારીઓ લેવામાં આવી હતી.
2021માં અદાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયા ગામે 5,800 વૃક્ષો વાવી ઘનિષ્ઠ વન બનાવવામાં આવ્યું હતું. 2022માં પ્રતાપર ગામમાં આઈશ્રી વિસરીમાતા મંદિર સંકુલની છ એકર જમીનમાં 23,000 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા. તે નંદનવને જોતા આજે વન પ્રેમીઓનો હરખ સમાતો નથી! 2023 માં દેશલપર ગામના મોમાઈ માતા મંદિરની ચાર એકર જમીનમાં 10,000 વૃક્ષો વાવવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું. જીરો પોઇન્ટ નજીક ધ્રબ ગામના આગેવાનોની રજૂઆતના પગલે બે એકરમાં જમીનમાં 4,000 થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.વૃક્ષારોપણના પ્રકલ્પોની યાદી બહુ લાબી છે. મોટીપુરના મતિયાદાદા મંદિરે 8,000 થી વધુ વૃક્ષો વાવી ગાઢ વન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અદાણી ફાઉન્ડેશન તરફથી ઝરપરા અને ભુજપુર ગામના 200 + ખેડૂતોને ફળોના વૃક્ષોનુ વાવેતર કરવા માટે 40,000 જેટલા વૃક્ષોનો સહયોગ કરવામાં આવ્યો હતો. ધ્રબ ગામની એક દરગાહના પટાંગણમાં 11૦૦થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા.ફાઉન્ડેશન દ્વારા શાળાઓ, ગૌશાળાઓ તળાવના કિનારાઓ જેવી વિવિધ જગ્યાઓ પર 50,000 થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. પ્રકૃતિ રથ દ્વારા આ વર્ષે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહયોગથી 40000 થી વધુ વૃક્ષોનું વિતરણ મુન્દ્રા,અબડાસા, લખપત અને અંજાર તાલુકામાં કરવામાં આવ્યું હતું.વૃક્ષોની માવજતમાં પાણીનો બચાવ થાય તે માટે ટપક સિંચાઈ, અને સુરક્ષા માટે કાંટાની વાડ તેમજ વ્યક્તિગત દેખરેખ માટે વૃક્ષ દીઠ એક માણસની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકારી અને બિનસરકારી સંસ્થાઓના સહયોગ તેમજ લોકભાગીદારીથી ગાઢ વન ઊભું કરવાની કામગીરીના ઉત્કૃષ્ટ પરિણમો મળ્યા છે. આ તમામ કાર્યોના પરિણામે આજે અહીં હજારો લીલાછમ વૃક્ષો લહેરાઈ રહ્યા છે.લોકસાહિત્યમાં એક વૃક્ષને દસ પુત્રો સમાન ગણાવ્યું છે. તે આપણને મળેલી કુદરતની અમૂલ્ય ભેટ છે. ચાલો આપણે વધુને વધુ વૃક્ષારોપણ કરી પ્રકૃતિનું ઋણ અદા કરીએ.










