GIR SOMNATHKODINAR

પ્રદૂષણ બાબતે CPCB દ્વારા GPCB ને યોગ્ય તપાસ કરી તપાસ અંગે ફરિયાદકર્તાને જાણ કરવા આદેશ

તારીખ:૨૯.૦૫.૨૪
સ્થળ: કોડીનાર
પ્રદૂષણ ફેલાવનાર અંબુજા સિમેન્ટ ફેકટરી ઘોર નિંદ્રામાં
   કોડીનાર તાલુકામાં આવેલ અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ઘણા લાંબા સમયથી હવા પ્રદૂષણ કરવામાં આવી રહ્યું છે જે બાબતે અગાઉ વડનગર સહિતના ગ્રામજનો દ્વારા પ્રદૂષણ વિભાગ સહિતના જવાબદાર વિભાગો અને મંત્રીશ્રીઓને ફરીયાદો કરવામાં આવી રહી છે.
    આ બાબતે યુવા અગ્રણી ભાવેશભાઈ સોલંકી દ્વારા તેમના વડનગર ખાતે આવેલ ફાર્મ પર બાગાયતી પાક,પશુઓ,પરિવાર, ગ્રામજનો તેમજ અન્ય પાકોમાં હવા પ્રદૂષણના કારણે થતી ભયંકર અસરો બાબતે ફરિયાદો કરવામાં આવી હતી,જેના અનુસંધાનમાં અવાર નવાર GPCB દ્વારા અંબુજા ફેકટરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ તેમજ એકવાર ભાવેશભાઈ ના ફાર્મ ખાતે સ્થળ તપાસ કરેલ,પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા યુવા અગ્રણી દ્વારા CPCB(કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ)ને અંબુજા સિમેન્ટ ફેકટરી દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણ તેમજ GPCB દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવી ન રહેલ હોઈ તેવા આક્ષેપો સાથે ફરિયાદ કરી હતી.
    યુવા અગ્રણી દ્વારા CPCB ને કરવામાં આવેલ ફરિયાદના આધારે CPCB દ્વારા GPCB ને યોગ્ય તપાસ કરી તપાસ બાબતે ફરિયાદકર્તાને જાણ કરવાનો આદેશ આપવામાં આવ્યો.

[wptube id="1252022"]
Back to top button