JETPURRAJKOT

ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન ખાતે વિવિધ ઇન્ટીગ્રેટેડ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

તા.૨૨ મે

વાત્સલ્યમ્ સમાચાર

ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન, ગાંધીનગર ખાતે ઇન્ટીગ્રેટેડ કોર્સમાં પ્રવેશ મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે.

મહાત્મા મંદિર પાસે ખ રોડ, સેક્ટર ૧૫ સ્થિત આઈ.આઈ.ટી.ઈ. કેમ્પસ ખાતે ચલાવાતા અંગેજી માધ્યમના સ્નાતક કક્ષાના B.Sc.B.Ed. અને B.A.B.Ed. ના ચાર વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ અંતર્ગત ૧૨ પાસ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. ઉપરાંત, અનુસ્નાતક કક્ષાના B.Ed.- M.Ed. અને M.Sc./M.A. M.Ed. ના ત્રણ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ તેમજ M.Ed. ૨ વર્ષના કોર્સ માટે તથા પી.એચડી માટે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

B.Sc.B.Ed. અંતર્ગત ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણવિજ્ઞાન અને વનસ્પતિશાસ્ત્ર વિષયો અને B.A.B.Ed. અંતર્ગત અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત વિષયો માટે અરજી કરી શકાશે. B.Ed.- M.Ed. અંતર્ગત ગણિત અને વિજ્ઞાન વિષયો માટે અરજી કરી શકાશે. પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ www.iite.ac.in પરથી વિગતવાર માહિતી મેળવી ૧૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. આ અંગેની વધુ માહિતી માટે admission2023@iite.ac.in પર સંપર્ક કરી શકાશે, તેમ યુનીવર્સીટીના રજીસ્ટ્રારશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

[wptube id="1252022"]
Back to top button