JUNAGADHKESHOD

કેશોદ પોલીસે ડેરવાણ ગામે વાડી વિસ્તારમાં થી છ જુગારીઓને રૂપિયા ૨૧૩૦૦/- સાથે ઝડપી લીધા

 

– કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ ડાભી સહિત પોલીસ સ્ટાફ ફુવારા ચોક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં ત્યારે મળેલી બાતમી મુજબ કેશોદ તાલુકાના ડેરવાણ ગામે ભીમાભાઈ હાજાભાઈ બાલસરા પોતાના કબજા ભોગવટા નાં સાબળી નદી કિનારે આવેલા ખેતરની ઓરડીમાં આર્થિક લાભ મેળવવા તીનપત્તીનો હારજીતનો જુગાર રમાડી રહ્યા હોય પંચો સાથે રાખીને માહિતી વાળાં સ્થળે પહોંચતા કુંડાળું કરીને તીનપત્તીનો હારજીતનો જુગાર રમતાં હોય નાસવાનો પ્રયત્ન કરતાં જેમનાં તેમ બેસવાની સુચના આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેશોદના ડેરવાણ ગામે સાબળી નદી કિનારે આવેલ ખેતરમાં ઓરડામાં જુગાર રમતાં ભીમાભાઈ હાજાભાઈ બાલસરા, સુરેશભાઈ હીરાભાઈ પાટડીયા, પ્રવિણભાઈ હેમગરભાઈ મેઘનાથી,ખીમાભાઈ પરબતભાઈ ડાંગર, કાળુભાઈ રામભાઈ ચાવડા,ખીમાભાઈ ભીમાભાઈ ચાવડાને રોકડ રૂપિયા ૨૧૩૦૦/- સાથે ઝડપી પાડી જુગાર ધારાની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી,હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, અમરાભાઈ હામાભાઈ જુજીયા, સંજયસિંહ કૃષ્ણસિંહ ઝાલા,રૂચિતભાઈ ડાંગર અને રણજીતભાઈ ડાંગર દ્વારા જુગારની રેડ સફળ બનાવી હતી.

રિપોર્ટ :- અનિરૂધસિંહ બાબરીયા કેશોદ

[wptube id="1252022"]
Back to top button