GIR SOMNATHPATAN VERAVAL

ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ૭૭મા સ્વાતંત્રયપર્વની ઉજવણી કરાય

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ  તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી  પ્રસ્થાપિત શ્રી ધર્મભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર -ગીર સોમનાથ તથા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ  ખાતે  પ્રભાસ પાટણ ની  તમામ સામાજિક અને શૈક્ષણિક  સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે 15 મી ઓગસ્ટ (૭૭મા સ્વાતંત્રયપર્વ) ઉજવણી આન,બાન, શાન થી કરવામાં આવેલ આ પ્રસંગે પી એસ આઈ રાકેશ મારુ ના હસ્તે ધ્વજ વંદન કરવામાં આવેલ ત્યારબાદ તેઓએ પ્રાસંગિક ઉદબોધન કરેલ અને હાજર  શૈક્ષણિક  સંસ્થાઓ ના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવેલ તેમજ આ પ્રસંગે આ પ્રસંગે સંસ્થાના સંચાલક શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી, કાનભાઈ ગઢીયા, ચંદ્રપ્રકાશભાઈ ભટ્ટ,  રાજુભાઈ ગઢીયા, સુરેશભાઈ ગઢીયા તેમજ પ્રભાસપાટણ ની જુદી જુદી શાળાઓના આચાર્યશ્રી તથા સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતમાં શ્રી ધર્મ ભક્તિ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ના કો-ઓર્ડિનેટર નરેશે.  એન. ગુન્દરણીયા તથા વી.જી.કોટડીયા દ્વારા કેમ્પસમાં ચાલતા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની માહિતી આપેલ તેમજ તેમના દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃતિઓ ની માહિતી થી હાજર તમામને માહિતગાર કરવામાં આવેલ અને વધારેમાં વધારે સંસ્થાઓ તેમજ લોકો લોક વિજ્ઞાન કેન્દ્ર સાથે જોડાય તેવો અનુરોધ કરવામાં આવેલ

વસ્ત્સલ્યમસમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button