HALOLPANCHMAHAL

હાલોલ: નવા બનાવાયેલા રોડના સેમ્પલ લઈને ગુણવત્તાની ચકાસણીની કામગીરી હાથ ધરાઇ

તા.૧૫.જૂન

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

હાલોલ નગરજનો ઉબડખાબડ રસ્તાઓ ના ત્રાસ માંથી મુક્તિ અપાવવા હાલોલ શહેરના ગોધરા અને વડોદરા તરફ ના માર્ગો ને નવા બનાવવવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી હતી.ઇજારદારે બે મહિના કામ અધૂરું મૂકી દેતા ખોરંભે ચડેલું આ રોડ નું કામ ફરી શરૂ થતાં નગરજનોએ ચોમાસા પહેલા આ રોડની કામગીરી પૂર્ણ થઇ જશે તેની રાહત અનુભવી હતી. ઇજારદાર દ્વારા આ માર્ગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવતા આજે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે રાખી કોલેટી કંટ્રોલ વિભાગના અધિકારીઓએ હાલોલ થી વડોદરા તરફના અને હાલોલ થી ગોધરા તરફના માર્ગો ઉપરથી અલગ અલગ જગ્યાઓ પરથી રોડ ઉપર થી બોક્સ કટીંગ કરીને રોડની કામગીરી અને ગુણવત્તા અંગે ચકાસણી હાથ ધરી હતી.

[wptube id="1252022"]
Back to top button