GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ, 25 હજાર ડેલિગેટસ હાજર

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ગુજરાતના 10મા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થયો છે.પીએમ મોદીના હસ્તે વાઈબ્રન્ટ સમિટનો પ્રારંભ થયો છે, આ ગ્રાન્ડ ગ્લોબલ બિઝનેસ શોમાં અભૂતપૂર્વ 34 કન્ટ્રી પાર્ટનર સામેલ છે. મહાત્મા મંદિરના પટાંગણમાં 25 હજાર ડેલિગેટસની ઉપસ્થિત છે.આ સમિટમાં 16 સંસ્થા પાર્ટનર પણ સામેલ છે.

સમીટમાં ગૌતમ અદાણીએ સંબોધન કરતા કરતા કહ્યુ હતુ કે 10માં વાઇબ્રન્ટ સમિટનો ભાગ બનવું એ સારી બાબત છે. 2014થી ભારતનો જીડીપી અને પર કેપિટલ ઈન્કમ વધી છે. સોલર એનર્જી પ્લેટફોર્મ અને જી-20ની લીડરશીપે એક બેન્ચ માર્ક સેટ કર્યો છે. પ્રધાનમંત્રીજી, તમે ભવિષ્ય ભાખતા નથી પણ તેને આકાર આપો છો. હજુ ઘણું સારું થવાનું બાકી છે. 2047 સુધીમાં ભારત પૂરેપૂરું વિકસિત થઈ જશે. 2025 સુધીમાં 55 હજાર કરોડનું રોકાણ કરવાનું કહ્યું હતું જેમાં લગભગ 50 હજાર કરોડનું રોકાણ તો થઈ ગયું છે. કચ્છના ખાવડામાં 30 ગીગા વોટની રિન્યુએબલ એનર્જી બને એ પ્રકારનો પ્લાન્ટ નાખીશું. ગ્રીન સપ્લાય ચેનમાં વધારો કરીશું જેમાં સોલાર પેનલ, વીન્ડ ટર્બાઈન, કોપર અને સમિનેટ્ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આગળના 5 વર્ષ માટે 2 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને 1 લાખ લોકોને રોજગારી મળશે. ખાવડા પાસે 720 કિમીનો ગ્રીન એનર્જી પાર્ક બનશે જે અવકાશમાંથી પણ દેખાય

[wptube id="1252022"]
Back to top button