
વિજાપુર એસબી એમ્પાયર માં આવેલ શુભ ઓવરસીસ કન્સલ્ટન્ટ દ્વારા વિદેશ મોકલવા બાબતે છેતરપીંડી કરતા પાંચ સામે ફરીયાદ નોંધાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એસબી એમ્પાયરમાં આવેલ શુભ ઓવરસીસ કન્સલ્ટન્ટ ના નામથી લોકોને વિદેશ જવા માટે કામગીરી કરતા હોઈ જેને લઇને હિંમતનગર ના નરેન્દ્રભાઈ પટેલે કન્સલ્ટન્ટ ના સંચાલક સુહાગ પટેલ નો સંપર્ક કર્યો હતો જેમાં સુહાગ પટેલ તેમજ અન્ય પાંચ જાણ એ નરેન્દ્રભાઈ ને લોભામણી વાતો કરી તેમજ તેમના દીકરા ને વિદેશ ઑસ્ટ્રેલિયા મોકલવા બાબતે 30 લાખ આસપાસ નો ખર્ચો થાય તેમ કહી જરૂરી વિદેશ જવા માટે જોઈતા ડોક્યુમેન્ટ મેળવી રૂ 23 લાખ 75 હજાર ની માતબર રકમ ટુકડે ટુકડે પડાવી લેતા અને તેમના દીકરા જેનીલ ને વિદેશ નહીં મોકલી આપતા તેમજ અન્ય બે જણા પાસેથી પણ 28 લાખ 32 હજાર પડાવી છેતરપીંડી કરી હોવાની પોલીસ મથકે પાંચ સામે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ અંગે પોલીસ સૂત્રો માંથી મળતી માહીતી મુજબ હિંમતનગર રહેતા નરેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ કે જેઓ બાયો ક્રોપ સાયન્સ માં નોકરી કરી પરિવાર નો ગુજરાન ચલાવે છે તેમના દીકરા જેનીલ ને વિદેશ માં જઈ ભવિષ્ય બનાવવા ની ઈચ્છા હોવાથી નરેન્દ્રભાઈ પટેલે આ સબંધી પાસેથી માહીતી મેળવી એસબી એમ્પાયર માં આવેલ શુભ ઓવરસીસ કન્સલ્ટન્ટ નો સંપર્ક કરતા તેના સંચાલક સુહાગ રમેશભાઈ પટેલ મૂળ આજોલ ના તેમજ રાકેશ નરોત્તમ દાસ પટેલ રહે માણસા તેમજ મીત વિષ્ણુ ભાઈ પટેલ તેમજ રવિભાઈ તથા કેતનભાઈ અમદાવાદ વાળા એકબીજાને મળી મુલાકાત કરાવી નરેન્દ્રભાઈ પટેલ પાસેથી ટુકડે ટુકડે રૂપિયા 23 લાખ 75 હજાર ની રકમ તેમજ જેનીલ ના ડોક્યુમેન્ટ મેળવી વિદેશ નહીં મોકલી આપતા અન્ય બે લોકોના પાસેથી જુદીજુદી રકમ 28 લાખ3 32 હજાર પડાવી કુલ 51 લાખ ની રકમ પડાવી હોવાની નરેન્દ્રકુમાર ભીખાભાઈ પટેલે પાંચ શુભ ઓવરસીસ કન્સલ્ટન્ટ ના સુહાગ રમેશભાઈ પટેલ તેમજ રાકેશ નરોત્તમ દાસ પટેલ તેમજ મીત વિષ્ણુ કુમાર પટેલ તેમજ રવિ ભાઈ તથા કેતન ભાઈ સામે છેતરપીંડી ની પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી છે.





