પરિણામ જાહેર થાય તે પહેલા જ શિક્ષણ વિભાગે જ્ઞાનસેતુ પ્રોજેક્ટ કર્યો રદ્દ

અમદાવાદ સહિત રાજ્યભરમાં નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી આરંભ થઈ ગયો છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે મોટા ઉપાડે અને શરૂઆતથી વિવાદમાં રહેલા જ્ઞાનસેતુ પ્રોજેક્ટ અંગે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યમાં 5 જૂનથી રાજ્યમાં નવું શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને શાળાઓમાં ફરીથી વિદ્યાર્થીઓના કિલકારીનો અવાજ સંભળાવવા માંડ્યો છે. ત્યારે આજે મંગળવારે શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાનસેતુ પ્રોજેક્ટનો રદ્દ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ ગત 27 એપ્રિલે પરીક્ષા લેવાઈ હતી. પરંતુ પરિણામ જાહેર થતા પહેલા જ શિક્ષણ વિભાગ દ્વારા આ પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, જ્ઞાનસેતુ પ્રાજેક્ટ અંતર્ગત ગત એપ્રિલ માસમાં અમદાવાદમાં 54 હજાર સહિત રાજ્યભરમાંથી અંદાજે 5.24 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 6ના વર્ગમાં પ્રવેશ માટે પરીક્ષા આપી હતી. પરંતુ પરિણામ જાહેર થાય તે પહેલા જ પ્રોજેક્ટને રદ્દ કરવામાં આવ્યો છે.










