કાલોલ શહેરમાં શનિવારના રોજ વહેલી સવારે વરસાદ વરસતા ગરમીથી ત્રસ્ત લોકોમાં રાહત વ્યાપી.

તારીખ ૦૯/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત તાલુકા વિસ્તારના ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડકતાની સાથે ગરમીથી ત્રસ્ત લોકોમાં રાહત વ્યાપી જવા પામી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર જૂન મહિનાનો પહેલો સપ્તાહ થવા આવ્યો છે.જેની સાથે ચોમાસાની ઋતુએ તૈયારી કરી લીધી છે ત્યારે પંચમહાલ જિલ્લામાં હાલમાં ક્યારેક કાળઝાળ ગરમી તો ક્યારેક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.જેમાં શનિવારના રોજ વહેલી સવારના આશરે છએક વાગ્યાના સુમારે કાલોલ શહેર સહિત તાલુકા વિસ્તારનાં ગામડાઓમાં ગાજવીજ સાથે છૂટો છવાયો વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.કાલોલ પંથકમા વાતાવરણનાં પલટા બાદ વરસતા વરસાદ વચ્ચે ખેતરોમાં વાતાવરણ આહલાદક બની જવા પામતાં ખેડૂતોમાં ઉન્માદ બેવડાયો હતો જે પંથકમાં વહેલી તકે ચોમાસુ બેસવાના સંકેત મળતા ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા હતા.