GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના બોરુ ગામ માં “મારી માટી, મારો દેશ” કાર્યક્રમની શાનદાર ઉજવણી.

તારીખ ૧૩/૦૮/૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

ભારત દેશની આઝાદીના અમૃતકાળને યાદગાર બનાવવા તેમજ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનું આહ્વાન કર્યુ છે. જે અંતર્ગત તારીખ ૧૩મી ઓગષ્ટે કાલોલ તાલુકાના બોરુ ખાતે દેશભક્તિના માહોલમાં ઉમટેલી જનમેદની સાથે ‘મારી માટી, મારો દેશ’અભિયાનમાં દિનેશભાઈ પંચાલના હસ્તે શહીદ વીરોનાં બલિદાનો ને સમર્પિત સ્મારક -શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું.તેમજ પંચ પ્રાણ અંતર્ગત હાથની મુઠ્ઠીમાં માટી સાથે વિકસિત રાષ્ટ્ર માટે પુરુષાર્થ કરવા,ગુલામીની માનસિકતાના નિશાનોને નાબૂદ કરવા,ભવ્ય વારસાનું ગૌરવ અને જતન કરવા,રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે કાર્ય કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજો પાળવાની પાંચ પ્રતિજ્ઞાઓ લેવડાવવામાં આવી હતી.‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત સરપંચ રાશેદાબીબી શકીલભાઇ બેલીમ અને શાળા ના બાળકો ના હસ્તે અમૃત વાટીકામાં ૭૫ વૃક્ષોનું વૃક્ષારોપણ કર્યું હતું.બોરુ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ગૌરાંગ જોશી એ વધુમાં જણાવ્યું કે જાતિ જ્ઞાતિ અને ધર્મના વાડા માંથી બહાર આવી આપણે સૌથી પહેલાં ભારતીય છીએ એવું ગૌરવ અનુભવીશું ત્યારે ‘મારી માટી મારો દેશ’ અભિયાનની ઉજવણી સાચા અર્થમાં સાકાર થશે. કાર્યક્રમના અંતે રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button