ભીંતચિત્ર વિવાદ મામલે સરકારનો હસ્તક્ષેપ, ગાંધીનગરમાં સંતોની બેઠક

બોટાદ: રાજ્યમાં છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા બોટાદ સાળંગપુર મંદિરના ભીંતચિત્રોના વિવાદમાં આખરે સરકારે હસ્તક્ષેપ કર્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીની વિશાળ મૂર્તિ નીચે ભીંતચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ સંતોના દાસ તરીકે ચીતરવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. સનાતન ધર્મના સાધુસંતોએ ભારે વિરોધ કરી સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોને ભીંતચિત્રો હટાવી લેવાની માગ કરી હતી. સતત 4 દિવસ બાદ પણ સમગ્ર વિવાદનો ઉકેલ ન આવતા હવે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સંતો સાથે બેઠક યોજી છે. આ બેઠકમાં વડતાલ સ્વામિનારાયણ મંદિરના સંતો તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો પણ ઉપસ્થિત છે અને અને સમગ્ર વિવાદ મુદ્દે મંત્રણા ચાલી રહી છે. બેઠક બાદ આ મુદ્દે કોઇ સુખદ સમાધાન આવે તેવી શક્યતાઓ છે.
રવિવારે સનાતન ધર્મના સંતોનું સંમેલન અમદાવાદ ખાતે મળ્યું હતું જેમાં રાજ્યના મોટાભાગના સાધુ-સંતો હાજર રહ્યાં હતા. સાધુ-સંતોએ બેઠકમાં સ્વામિનારાયણ મંદિરે જઈશું નહીં, સ્વામિનારાયણ સંતો સાથે સ્ટેજ પર નહીં બેસીએ. આ પ્રકારે સ્વામિનારાયણ સંપ્રદાયનો બહિષ્કાર કરતા કેટલાક ઠરાવ પસાર કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાહિત્યમાં પણ સનાતન ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરતું લખાણ તથા ચિત્રો છે તેવો આરોપ પણ આ સાધુ-સંતોએ લગાવ્યો છે.
શનિવારે હર્ષદ ગઢવી નામના એક શખ્સે મંદિરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભીંતચિત્રો પર કાળી શાહી લગાવી તેમજ કુહાડી વડે તેને તોડવાનો પ્રયાસ કરતા વિવાદ વધુ વકરી ઉઠ્યો હતો. પોલીસે તરત તેની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. આ પછી મંદિરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઇ છે.
ભીંતચિત્ર વિવાદ મામલે સરકારનો હસ્તક્ષેપ, સીએમ-હર્ષ સંઘવી સાથે ગાંધીનગરમાં સંતોની બેઠક