MORBI “કૌભાંડ” મોરબીમાં અવસાન પામેલ વ્યક્તિને હૈયાત હોવાની ખોટી હકિકત દર્શાવી મિલકતો વેચી નાખી!!

MORBI “કૌભાંડ” મોરબીમાં અવસાન પામેલ વ્યક્તિને હૈયાત હોવાની ખોટી હકિકત દર્શાવી મિલકતો વેચી નાખી
ગુજરનાર હૈયાત હોવાની ખોટી હકિકત જણાવી ખોટા સોંગદનામા કરી ગુજરનાર ના ફુલમુખત્યારનામા નો ગેરઉપયોગ કરી મિલ્કત વેચાણ કરી નાખતા મોરબી ના એસ.પી. સમક્ષ ક્રાઈમ બ્રાંચ ને તપાસ કરવા ફરીયાદ કરેલ.

મોરબી માં મહેન્દ્રપરા માં આવેલ સીટીસર્વે કચેરી ના વોર્ડ નં-૩, શીટ નં-૧૪૧ તથા સીટીસર્વે નં-૨૪૯/૧ થી નોંધાયેલ જગ્યા માં ગ્રાઉન્ડ ફલોર માં ૧ થી ૨૨ દુકાનો તથા ફર્સ્ટ ફલોર માં ૧ થી ૧૯ ઓફિસો ના કોમ્પલેક્ષ નું બાંધકામ કરેલ જે અંગે નો વહીવટ વેચાણ કરવા માટે વિજયભાઈ રામજીભાઈ સોનગ્રા (૧૨.૫% હીસ્સેદાર) ને કિશોરભાઈ મુળજીભાઈ દેત્રોજા વિગેરે ૯-શખ્સો/આરોપીએ લલચાવી,ફોસલાવી,વિશ્વાસ માં લઈ ૯-શખ્સો/આરોપીઓ પૈકી નરેશભાઈ નોંધણભાઈ હડીયલ તથા ઉર્મિલાબેન હરિલાલ જોષી ને તા.૧૮-૧૦-૨૦૧૧ ના રોજ કુલમુખત્યારનામુ કરી આપેલ. ત્યારબાદ તે કુલમુખત્યારનામા ના આધારે કિશોરભાઈ મુળજીભાઈ દેત્રોજા વિગેરે ૯-શખ્સો/ આરોપીએ સાથે મળી ને એક સંપ કરી,ષડયંત્ર રચી,કાવત્રુ રચી વિજયભાઈ રામજીભાઈ સોનગ્રા ને કોઈપણ હીસ્સો આપ્યા વગર અમુક દુકાનો તથા ઓફિસો બારોબાર વહેંચી નાખેલ. ત્યારબાદ વિજયભાઈ રામજીભાઈ સોનગ્રા નુ તા.૨૩-૪-૨૦૨૧ ના રોજ અવશાન થતા ઉપરોકત કુલમુખત્યારનામું રદબાતલ થયેલ હોવાછતા ઉર્મિલાબેન હરિલાલ જોષી ના એ તા.૩-૯-૨૦૨૧ તથા તા.૧૭-૯-૨૦૨૧ ના રોજ ભાગીદાર વિજયભાઈ રામજીભાઈ સોનગ્રા હૈયાત હોવાના તથા કુલમુખત્યારનામું અમલ માં હોવાની અલગ-અલગ ખોટી હકિકત દર્શાવી કરેલ સોગંદનામાં ના આધારે સબ-રજીસ્ટ્રાર-કચેરી સાથે ચેડા કરી અલગ-અલગ દસ્તાવેજોથી મિલ્કત/દુકાનો મોટી કિંમતો માં વહેંચી નાખી કિશોરભાઈ મુળજીભાઈ દેત્રોજા વિગેરે ૯-શખ્સો/ આરોપીએ સાથે મળી ને મોટી રકમ પચાવી પાડતા વિજયભાઈ રામજીભાઈ સોનગ્રા ના પુત્ર નિલદિપભાઈ વિજયભાઈ સોનગ્રા એ તમામ આરોપી સામે અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી મિલ્કત ના દસ્તાવેજો કબજે કરવા તથા આરોપીઓ સામે ધોરણસર પગલા લેવા ક્રાઈમ બ્રાંચ ને તપાસ સોંપવા પોલિસ અધિક્ષક સમક્ષ લેખિત ફરીયાદ કરેલ છે.









