GANDHINAGARGANDHINAGAR CITY / TALUKO

ભાજપના સતાધીશો પાસે કૌભાંડો અને અનીતિથી ભ્રષ્ટાચાર સિવાય વિકલ્પ નથી

સ્વદેશીઓના ખેડૂત હક નાબુદ કરે છે, પરદેશીઓને ખેડૂત હક આપે છે.

કચ્છ, પાટણ, મહેસાણા, નડીયાદ ખેડા, આણંદ, નવસારી, રાજકોટ,અમરેલી, વગેરે જીલ્લાઓમાંથી વિદેશ પી.આર. થયેલા આને વિદેશની સીટીઝન શીપ ધરાવતા નાગરીકોને તેના બાપ દાદાના વારસદાર તરીકે હયાત ખેડૂત ખાતેદાર વારસાઇ હક આપીને ખેડૂત ખાતેદાર બનાવે છે….

વિદેશી નાગરિકતા ધરાવતા કોઇપણ નાગરીક ભારતમાં મતદાર નથી, કરવેરા ભરતા નથી તેમજ બંધારણની કલમ ૯ નો ભંગ થાય છે એટલે સંપતિ ખરીદી શકે નહીં,

ખેતીની જમીનો ના માલીક શ્રી સરકાર છે સરકારની કોઇપણ સંપત્તિઓમા વારસાઇ હક મળી શકે નહીં,

ગુજરાત સરકાર ચલાવવા વિધાનસભા ચૂંટણીમાં ૧૫૬ બેઠકોની ઐતિહાસિક જીત મેળવીને સતાધીશ બનેલ ભાજપના સતાધીશો પાસે ભ્રષ્ટાચાર અને અનીતિ સિવાય અન્ય કોઇ વિકલ્પ ના હોય તેમ ચુંટાયેલા પ્રતિનિધિઓ વ્યકિતગત સ્વાર્થ અને જાતીવાદથી કામ કરી રહ્યાનું પુરવાર થતું જાય છે

તાજેતરમાં મહેસુલ વિભાગ અંતર્ગત ઇનામી જમીનોના કબ્જેદારોના કબ્જા ની જમીનો જંત્રીના ૨૦% વસુલીને કાયદેસર કરવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ૧૩ પ્રકારના ઇનામી નાબુદી કાયદાઓ આનુસંગિક ઠરાવો કરવામાં આવી રહ્યા છે ગુજરાતમાં ૨૧-૫ થી વધુ ઇનામ નાબૂદી અધિનિયમો અમલમાં રહ્યા છે પરંતુ ૬૦ વર્ષ પછી પણ ઇનામી ખાતેદાર અથવા કબ્જેદારોને મુળ જમીન મહેસુલ અધિનિયમમા સામેલ કરવામાં આવ્યા નથી તેના બદલે ઇનામી જમીનદારો પરદેશી હોય અને ભારતમાં તથા ગુજરાતમાં એમને બંધારણીય અધિકારો ના હોય તેમ ગણીને તેના હકો રદ કરવામાં આવે છે,

ગુજરાત રાજયની ૧ લી મે ૧૯૬૦ માં રચના થયા પહેલાથી ૨૬-૧-૧૯૫૦ માં ભારતના નાગરીકોને નાગરીક અને દિવાની સમાનતાનો અધિકાર મળેલો હોવા છતાં ગુજરાત સરકાર ચલાવવા ભાજપના સતાધીશો અંગત સ્વાર્થ પ્રમાણે અનીતિ આચરીને સરમુખત્યાર નિર્ણયો કરીને ઇનામી જમીનોના કબ્જેદારોને ખેડૂત હક આપવાને બદલે ૬૦ વર્ષ બાદ બિનખેડુત દરજ્જાના કબ્જેદારોની વેચેલી ઇનામી જમીનોના કબ્જેદારોની જમીનો જંત્રીના ૨૦ % લેખે દંડ વસૂલીને પ્રમાણિત હક આપવાનો નિર્ણય કર્યો છે,

ઇનામી જમીન નાબુદી અધિનિયમોની યાદી મુજબ ૨૧ ઇનામી કબ્જેદારો ઉપરાંત દેવસ્થાન, બારખલી, ભૂદાન, સાથણી, વગેરે પ્રકારની જમીનોના કબ્જેદાર ખેડૂતોને બંધારણીય સમાનતા આપવાને બદલે બંધારણીય સમાનતા ભંગ કરીને તેના અધિકૃત હકો સમાપ્ત કરવામાં આવી રહ્યા છે, ફક્ત ૧૩ પ્રકારની ઇનામી જમીનો શા માટે ? તમામ પ્રકારની ઇનામી જમીનો બાબતે સમાનતાથી નિર્ણય શા માટે કરવામાં આવ્યો નથી ?

જે કબ્જેદાર ખેડૂત ખાતેદાર આને પ્રમોલગેટ નથી તે ખેતીની જમીન ખરીદી તેમજ વેચાણ કરી શકે નહીં, તેના કબ્જા ની જમીન ઉપર શ્રી સરકાર નો દરજ્જો ગણાય છે, કારણ કે ખેડૂત ખાતેદાર હોવાનો દરજ્જો નથી તેના કબ્જાની જમીનનું વેચાણ કે તબદીલી થાય તો મહેસુલ અધિનિયમની કલમ ૬૩-૬૫ આને ગણોત ૮૪ મુજબ જમીન ખાલસા કરી શ્રી સરકારનો કબ્જો અને દરજ્જો દાખલ થાય છે,

ખેતીની જમીન બિનખેતી પરવાનગી આપવા સમયે જંત્રીના ૮% કર વસુલીને બિનખેતી કરવામાં આવે છે જ્યારે ઇનામી જમીનોના અનધિકૃત અને અનિયમિત તબદિલીઓ અધિકૃત કરવામાં જંત્રીના ૨૦% કર વસુલી જાહેર કરવામાં આવી છે ઉપરાંત કલેકટરને જીલ્લા કક્ષાએ અમર્યાદિત જમીનો નિયમિત કરવાની સત્તાઓ આપવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે,

છેલ્લા ૨૦ વર્ષ દરમિયાન ગુજરાત રાજયના મહેસૂલ વિભાગના જુદી જુદી શાખાઓ પ્રમાણે જાહેર કરીને અમલમાં મૂકેલા અધિનિયમોના સુધારાઓ, ઠરાવો અને પરિપત્રોને મુળ ગણોત જમીન અધિનિયમ અને મહેસુલ અધિનિયમ સાથે સરખાવતાં સ્પષ્ટ સાબિત થાય છે કે ચોક્કસ જાતીઓના ખેતીની જમીનના હકો છિનવવા આને ચોક્કસ જાતીઓની તરફેણમાં નિર્ણયો કરવામાં આવ્યાં છે,

જ્યારે જયારે જ્યાં જરૂરત આવતી ગઈ ત્યારે જાતીવાદ આને અંગત સ્વાર્થ માટે જમીનો, નાણાંકીય સંપતિઓ ઉભી કરવા છ સાત દાયકાથી ઇનામી જમીનોના કબ્જેદારોને પરદેશી નાગરિક ગણીને તેના હકો છિનવી તેના કબ્જાની જમીનોના કબ્જા મેળવી લીધેલા માલેતુજાર લોકોની અનિયમિત તબદિલીઓને કાયદેસર કરી આપવાનું ષડયંત્ર ચલાવાય રહ્યું છે,

સૌથી મહત્વની બાબત એ છે કે જમીનો આદિ થઈ આનાદિ સુધી એની એજ જગ્યાએ યથાવત રહેશે, જમીન સરકારની માલિકીની સાર્વજનીક સંપતિ છે છતાં સતાધીશો તેની તબદીલીઓ અને જરૂરિયાતના હેતુઓથી મળતી આર્થિક સંપતિ માટે દેશના સંવિધાનની ઉપરવટ સતાનો અનીતિ પૂર્વક ઉપયોગ કરી રહ્યા છે,

મહાનગરો અને વિકસતા શહેરોની આસપાસ રહેલા ગામો નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન માં સમાવેશ કરી, વધુમાં વધું નવી ટી.પી. સ્કીમો અમલમાં લાવીને, નવા ભેળવાયેલા ગામોની ઇનામી નાબુદી પ્રકારની સંખ્યા બંધ જમીનો બિલ્ડરો અને લેન્ડ ડેવલોપરોએ ખરીદી લીધા બાદ કલેકટર સમક્ષ બિનખેતી પરવાનગી માટે રજુ કરવા સમયે બિનખેતી કરી શકાતી નથી તેથી વ્યવસાયે બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ એવા મુખ્યમંત્રી સમક્ષ બિલ્ડર્સ એસોસિએશનની માંગણી મુજબ ફક્ત ૧૩ પ્રકારની ઇનામી જમીનોના કબ્જેદારોને મદદરૂપ થવા નિર્ણય કરવામાં આવ્યાનું મહેસુલી સુત્રોમાં ચર્ચાય રહ્યું છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button