
તા.૨૨/૧૨/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
આરોગ્ય કેમ્પ, ટી.બી. સ્ક્રીનીંગ, ડ્રોન પ્રદર્શન યોજાયા
Rajkot: રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ગારીડા અને પારેવાડા ગામના લોકોને વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓના ઘર આંગણે લાભ આપવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો.જયાં વિવિધ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ તેમજ અન્ય યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં ગ્રામજનોની સામાન્ય આરોગ્ય તપાસ તથા ખાસ ટી.બી. સ્ક્રીનીંગ કરવામાં આવી હતી. સરકારશ્રીની આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવનાર લાભાર્થી રઘાભાઇ ધડવીએ ‘મેરી કહાની મેરી જુબાની’ અંતર્ગત સરકારની કલ્યાણકારી યોજનાથી થયેલા લાભ અંગે પોતાની કહાની રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં ડ્રોન પ્રદર્શન યોજાયું હતું.

મહત્વનું છે કે, આ બંને ગામોમાં ૧૦૦ ટકા આયુષ્યમાન કાર્ડ નીકળ્યા છે તેમજ ગામ પંચાયતમાં જલજીવન મિશન, જનધન યોજના ૧૦૦ ટકા પૂર્ણ થઈ છે. તદુપરાંત ઓડીએફ+ એટલે કે હર ઘર શૌચાલયથી સજજ છે તેમજ હર ઘર જલ મિશનની ૧૦૦% કામગીરી બદલ તેને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને સંપ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.

આ કાર્યક્રમમાં સરપંચશ્રી દૂધીબેન ધડવી, તલાટી કમ મંત્રી શ્રી આર.એલ.બોરીચા, ગામના અગ્રણીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.








