Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં સ્થાનિકોને મતદાન કરવા અપાતી પ્રેરણા

તા.૫/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવાની કવાયત અંતિમ તબક્કામાં છે. જેમાં સ્વીપ નોડલ ઓફિસરશ્રી જિજ્ઞાસાબેન ગઢવીના માર્ગદર્શનમાં મતદારોને મતદાન માટે સતત પ્રેરણા આપવામાં આવી રહી છે.


જેના ભાગરૂપે રાજકોટ શહેરમાં ધ ઈમ્પીરીયલ પેલેસ હોટેલ દ્વારા મતદાનના દિવસે મતદાન કરનારને બિલ ઉપર ૧૦% વળતર આપવામાં આવશે. તેમજ જી. ટી. શેઠ હાઈસ્કુલ, હોડથલી પ્રાથમિક શાળા, મકનપર પ્રાથમિક શાળા, બામણબોર પ્રાથમિક શાળા, હરીપર પ્રાથમિક શાળા સહિતની અનેક શાળાઓમાં ભાવિ મતદાર એવા વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ અર્થે રંગોળી કરી હતી.

આ ઉપરાંત, ઉપલેટા ટાઉન હોલ ખાતે આયોજિત સુર સંધ્યા કાર્યક્રમમાં ઉપલેટા મામલતદારશ્રી દ્વારા મતદાનની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી અને લોકોને શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામની વિદિતા વરૂ નામની બાળકીએ ‘સમય યે ફેસલે કા, ફિર સે આ ગયા હૈ, તું વોટ કર’ હિન્દી કવિતાના વીડિયોથી મતદાન કરવાની જુસ્સાભેર અપીલ કરી હતી.










**mitolyn official**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.