BHARUCHGUJARATNETRANG

Spread smile to sperrow’ કાર્યક્રમ અંતર્ગત નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરવામાં આવ્યું.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૪/૦૪/૨૦૨૪

‘Spread smile to sperrow’ કાર્યક્રમ અંતર્ગત તારીખ ૩/૪/૨૦૨૪ના‌ રોજ ‘spread Smile group’ દ્વારા વિનામૂલ્યે ૧૦૧ જેટલા ચકલીઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું  અને ઘર આંગણાનું પક્ષી એવી ચકલીઓને બચાવવા માટે નાનકડો પ્રયાસ કરવામાં આવ્યો હતો‌. ગરમીની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પોતાના ઘરનાં આંગણામાં, બાલ્કનીમાં અથવા છત પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી.

             તારીખ – ૨૦/૦૩/૨૦૨૪ના રોજ ચકલી દિને ટીમના સભ્યો ચૌધરી હેતલબેન, વસાવા અનિતાબેન, વસાવા અંકિતભાઈ તેમજ પટેલ આરતીબેન દ્વારા બૂટ, ચંપલના ખાલી ખોખાંઓમાંથી ચકલી ઘર બનાવી ૧૦૧ જેટલા ચકલીઘર વિવિધ સ્થળોએ લગાવ્યા હતાં. તેમજ નાનાં બાળકોને દરરોજ ચકલી માટે દાણાં અને પાણી મૂકવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતાં.

              પરંતુ લોકોમાં જાગૃતિ આવે અને તેઓ પણ ચકલીને બચાવવા પ્રયત્નશીલ બને તે માટે સ્વખર્ચે ચકલીઘર મંગાવ્યા હતા અને મહાકાળી નોવેલ્ટી સ્ટોરની બહાર વિતરણ કાર્ય કર્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button