હાલોલ-લોકસભાની ચૂંટણીલક્ષી તૈયારીઓની માટે તંત્ર સજજ્,જિલ્લા કલેક્ટર વી.એમ.કોલેજ માં આવેલા બુથ અને સ્ટ્રોંગરુમ ની ચકાસણી કરી.તંત્રના અધિકારીઓ રહ્યા હાજર

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૮.૩.૨૦૨૪
હાલોલ વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરવા બુધવારે જિલ્લા કલેક્ટર,તેમજ જિલ્લા એસપી હિમાંશુ સોલંકી હાલોલ ની મુલાકાતે આવ્યા હતા.શહેરની વીએમ કોલેજ માં આવેલા બુથ અને સ્ટ્રોંગરુમ ની ચકાસણી કરી હતી. કલેક્ટર ની મુલાકાત દરમ્યાન હાજર રહેલા હાલોલ એસડીએમ, મામલતદાર સહિતના ચૂંટણી સાથે જોડાયેલા સ્ટાફ ને જરૂરી સૂચનાઓ આપી હતી.હાલોલ વિધાનસભા મત વિસ્તારની લોકસભા ચૂંટણી ની વહીવટી કામગીરીની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર આશિષ કુમારે બુધવારે હાલોલ ની મુલાકાત લીધી હતી. વીએમ કોલેજ તેમજ સરકારી પોલીટેક્નિક કોલેજ પહોચ્યા હતા અને લોકસભા ની ચૂંટણી માટે ની વ્યવસ્થાઓ અંગે હાલોલ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિત ના સ્ટાફ પાસે જાણકારી મેળવી હતી. વીએમ કોલેજ માં કલેક્ટરે ઇવીએમ સ્ટ્રોંગ રૂમ ની ચકાસણી કરી હતી. અને શહેરના 06 બુથ ની મુલાકાત લઈ વહીવટી તંત્ર ને જરૂરી સૂચનો કર્યા હતા.ચૂંટણીમાં શહેરના મતદારો માટે 43 જેટલા મતદાન બુથ ઉભા કરવામાં આવે છે, ત્યારે જિલ્લા કલેક્ટરે હાલોલ તાલુકા વહીવટી તંત્ર સાથે શહેરના કેટલાક બુથ ના સ્થળો ની મુલાકાત લીધી હતી.










