GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

દીકરીઓની કોઈ પણ ફરિયાદ માટે SHE TEAM (સી ટીમ) ગોધરા તરફથી ફરિયાદ પેટી મુકાઇ

તારીખ ૦૨/૦૪/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવતું પોલીસ તંત્ર દિન પ્રતિદિન આધુનિક બનતું જાય છે.પોલીસ તંત્રની અનેક એપ્સ છે જેના દ્વારા જરૂરિયાતમંદોને ખૂબ મદદ કરવાનું કાર્ય થઈ રહ્યું છે.આજે ગુજરાતની જે શાંતિ છે તેમાં પોલીસ તંત્રનો ખૂબ મોટો ભાગ છે.ત્યારે શૈક્ષણિક સંસ્થાઓ ખાસ કરીને કોલેજોમાં જે દીકરીઓ છે એમના કોઈ પણ પ્રશ્નો હોય કે ફરિયાદ હોય કે જે તેઓ પોતાના વાલીને જણાવી શકતા નથી કે શિક્ષકોને જણાવી શકતા નથી કે પોતાની બહેનપણીઓને જણાવી શકતા નથી અને મનમાં ને મનમાં મૂંઝાતી હોય છે ત્યારે આવી દીકરીઓની ફરિયાદોના નિવારણ માટે “શી ટીમ” ગોધરા- એ ડિવિઝન પોલીસ સ્ટેશન તરફથી અશ્વિનાબેન તથા પોલીસ અધિકારીઓ કોમર્સ કોલેજ ગોધરા ખાતે આવી કોલેજ ના પ્રિન્સિપાલ સાથે ચર્ચા વિચારણા કરી કોલેજના દ્વાર પર ‘શી ટીમ’ફરિયાદ પેટી મૂકવામાં આવી છે જેમાં કોઈપણ દીકરી પોતાને મૂંઝવતા પ્રશ્નોની ફરિયાદ આ ફરિયાદ પેટીમાં નાખી પોતાના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે ‘શી ટીમ’વતી કોલેજ ખાતે પધારેલા અસ્વીનાબેને જણાવ્યું હતું કે’શી ટીમ’દર મહિને આવી કોલેજની આ ફરિયાદ પેટીની મુલાકાત લેશે, અને જરૂરિયાત મંદ દીકરીઓના પ્રશ્નોના હલ તેને બોલાવીને લાવવાનો પ્રયાસ કરશે.સી ટીમ અને પોલીસ તંત્રની આવી ઉમદા કામગીરીને કોમર્સ કોલેજ ગોધરાના આચાર્ય ડો. અરુણસિંહ સોલંકી એ બીરદાવી છે અને આવી જરૂરી સગવડ ઉભી કરવા માટે આભાર પણ માન્યો છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button