કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ઓવર બ્રીજની કામગીરીને પગલે ભારે વાહનો ને આવવા જવા પર પ્રતિબંધ

તારીખ ૧૦/૧૧/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ડેરોલ ગામ ખાતે રેલ્વે ફાટક નંબર ૩૨ ઉપર બની રહેલ ઓવર બ્રીજનુ કામ પૂર ઝડપે ચાલી રહ્યું છે.જેના સંદર્ભે સાઈડ પરનાં માર્ગો પરથી વાહનો અવર-જવર કરતા હોય છે. સાથે સાથે આ માર્ગ પરથી પાંડુ, સેવાલિયા, ટીંબા, ઉદલપુર વિસ્તારમા ચાલી રહેલા કોરી ઉદ્યોગોનાં ભારદારી વાહનો પણ આ માર્ગ પરથી પસાર થતાં હોય છે. ઘણા સમયથી વિલંબિત ઓવર બ્રીજની કામગીરી શરૂ કરતાં નજીકનાં રોડ પર થી જો ભારે વાહનો પસાર થાય તો વાહન વ્યવહારમાં અડચણ થતી અટકાવવી ભારે વાહનો પર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી ગામના જાગૃત નાગરિકો તેમજ ગ્રામ પંચાયત દ્વારા પંચમહાલ જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. જેનાં પગલે પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમાર દ્વારા ગોધરા પ્રાંત કચેરીનાં તાત્કાલિન નાયબ કલેકટર અને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ પ્રવિણસિંહ ડી.જૈતાવતએ મામલતદાર અને એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કાલોલ ને સ્થળ નિરીક્ષણ કરી જાહેરનામું બહાર પાડવા સ્પષ્ટ અભિપ્રાય બે દિવસમાં મોકલી આપવામા હુકમ કર્યો હતો. જેના પગલે રૂબરૂ સ્થળ ની મુલાકાત અર્થે સોમવાર નાં રોજ કાલોલ મામલતદાર તથા નાયબ મામલતદાર તેમજ સંબંધિત અધિકારીઓ ડેરોલ સ્ટેશન બની રહેલ ઓવર બ્રિજ ની મુલાકાત તથા ભારદારી વાહનો થી થતા ટ્રાફિક ને પણ નજરે જોઈ ને જાહેરનામું જલ્દી પ્રસિધ્ધ કરવાની ખાત્રી આપી હતી જેને લઇ તારીખ ૧૦/૧૧/૨૦૨૩ રોજ જીલ્લા કલેકટર આશીષકુમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ-૩૭(૧)(ખ) અન્વયે મળેલ અધિકારની રુએ કાલોલ તાલુકા ના એલ.સી નં.૩૨ (કિ.મી ૪૪૫ ૨૦-૨૨ બીટવીન ડેરોલ ખરસાલીયા બ્લોક સેક્શન ઓન વડોદરા ગોધરા બીજા રેલ્વે (ડેરોલ સ્ટેશન પાસે)પર રોડ ઓવરબ્રિજ ની કામગીરી ચાલુ હોય કાલોલ, કણેટિયા,સાતમણા,કલ્યાણા, વચ્છેસર,ઉદયલપુર અને સેવાલિયા તરફ આવતા જતા તમામ પ્રકારના ભારે વાહનોની અવર-જવર તારીખ ૧૦/૧૧/૨૦૨૩ ના રોજ સવારના છ કલાક થી બ્રીજની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે સદંતર બંધ રહેશે નુ જીલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે અને આ સમયગાળા દરમિયાન સાતમણા,કલ્યાણા વચ્છેસર, ઉદલપુર અને સેવાલિયા તરફથી આવતા જતા તમામ પ્રકારના ભારે વાહનો કાલોલ-વેજલપુર અને ટુવા,ઉદલપુર અને સેવાલિયા રૂટ ઉપરથી આવનજાવન કરી શકશે









