GUJARATJETPURRAJKOT

Rajkot: કૃષિવિષયક યોજનાઓનો લાભ લેવા માટે ખેડૂતોને આઈ-ખેડુત પોર્ટલ પર ૧૮ જૂનથી ઓનલાઇન અરજી કરવા સૂચના

તા.૧૩/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તૈયાર કરવામાં આવેલું છે. આ પોર્ટલ મારફત વર્ષ ૨૦૨૪-૨૦૨૫ માટે સ્માર્ટ ફોન પર સહાય યોજના, પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને પાણીના ટાંકાના બાંધકામ પર સહાય યોજનાનો લાભ મેળવવા અરજીઓ કરી શકાશે. ગુજરાત સરકાર દ્વારા આઇ ખેડુત પોર્ટલ તારીખ ૧૮ જૂન, ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૩૦ કલાકથી ૭ દિવસ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. આ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા હોય તેવા ખેડૂતોએ અરજી કરવા રાજકોટ જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.

[wptube id="1252022"]
Back to top button